ગુજરાત ન્યૂઝ

અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઇકોસીસના આટલા દર્દીઓ લઇ રહ્યા છે સારવાર, 30 દર્દીઓના થઇ ચૂક્યા છે મોત

અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઇકોસીસના આટલા દર્દીઓ લઇ રહ્યા છે સારવાર, 30 દર્દીઓના થઇ ચૂક્યા છે મોત

મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં સારવાર માટે સિવિલ કેમ્પસમાં વોર્ડમાં વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી સિવિલ કેમ્પસમાં 30 જેટલા દર્દીઓના મ્યુકોરમાઇકોસીસના કારણે મોત થયા છે.

May 14, 2021, 01:59 PM IST
ચાર વખત કસુવાવડનો ભોગ બનેલી મહિલાના ખોળામાં તબીબોએ બાળકને રમતો કરી દીધો

ચાર વખત કસુવાવડનો ભોગ બનેલી મહિલાના ખોળામાં તબીબોએ બાળકને રમતો કરી દીધો

કોરોનાકાળમાં તબીબો જીવનરક્ષક બનીને ઉભર્યાં છે. આવા કપરા સમયે તેઓ ભગવાનના રૂપમાં આવી જાય છે. ત્યારે અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમા તબીબોને માતાના ગર્ભમાં રહેલા અને વિચિત્ર પ્રકારથી પીડાતા બાળકને બચાવી લીધો છે. આ સાથે જ ચાર વખત કસુવાવડનો ભોગ બનેલી મહિલાને આખરે તબીબોને કારણે માતા બનવાનું સુખ મળ્યુ છે.

May 14, 2021, 12:35 PM IST
આત્મનિર્ભરતાની ક્રાંતિ સર્જનાર અને ગુજરાતમાં 'કાકા' તરીકે જાણિતા કાંતિસેન-કાકાનું નિધન

આત્મનિર્ભરતાની ક્રાંતિ સર્જનાર અને ગુજરાતમાં 'કાકા' તરીકે જાણિતા કાંતિસેન-કાકાનું નિધન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ- ગુજરાતમાં 'કાકા'ના હુલામણા નામથી ઓળખાતા કાંતિસેન શ્રોફના 98 વર્ષની વયે નિધન બદલ દુઃખ વ્યક્ત કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

May 14, 2021, 12:22 PM IST
લેવાના દેવા થઈ જશે, જો કોરોનામાં બિનજરૂરી વાપરશો આ બે દવા

લેવાના દેવા થઈ જશે, જો કોરોનામાં બિનજરૂરી વાપરશો આ બે દવા

બિનજરૂરી રીતે એઝીથ્રોમાઇસીન અને ડોક્સીસાયક્લીન લેવાથી દવાની બીજી જે બીમારી પર કામ કરતી હોય છે તે બીમારી પર તેની અસરકારકતામાં ઘટાડો થઈ શકે છે અતુલ તિવારી/અમદાવાદ :કોરોના મહામારીમાં દવાઓથી લઈને ઈન્જેક્શનોની અછત સર્જાઈ છે. તેનુ મોટું કારણ એ છે કે દવાઓ અને ઈન્જેક્શનનો બિનજરૂરી વપરાશ વધી રહ્યો છે. જ્યાં જરૂર નથી ત્યાં તેનો વપરાશ થઈ રહ્યો છે, જેને કારણે જરૂરિયાતમંદ લોકોને તે મળી નથી રહ્યાં. ત્યારે કોરોનાની સારવારમાં વપરાતી બે મહત્વની દવાઓનો બિનજરૂરી વપરાશ વધી ગયો છે. આ દવા છે એઝીથ્રોમાઈસીન અને ડોક્સીસાયક્લીન.

May 14, 2021, 12:11 PM IST
'કોરોના' સામે રક્ષણ મેળવવા ડાંગ સહિત આસપાસના ગામોમા થશે "પંચતત્વ શુદ્ધિકરણ યજ્ઞ"

'કોરોના' સામે રક્ષણ મેળવવા ડાંગ સહિત આસપાસના ગામોમા થશે "પંચતત્વ શુદ્ધિકરણ યજ્ઞ"

આગામી દિવસોમાં વાસુરણા સહિત શિવારીમાળ, બારીપાડા, આહવા, વધઈ, બીલીમોરા, અમલસાડ, વલસાડ, નવસારી, સુરત સહિતના શહેરોમા તથા ગામડાઓમા પણ "પંચતત્વ શુદ્ધિકરણ યજ્ઞ" નુ આયોજન કરાયુ છે.

May 14, 2021, 11:54 AM IST
દેશમાં મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટમાં, કેન્દ્રની ટીમનો જીવ પણ ઉંચો થયો

દેશમાં મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટમાં, કેન્દ્રની ટીમનો જીવ પણ ઉંચો થયો

દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) ના રાજકોટમાં કેસ નોંધાયા છે. આ કારણે દિલ્હીની ટીમ પણ હરકતમાં આવી છે. બુધવારે રાત્રે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, દેશના અગ્રણી તબીબો અને રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકો હાઈ લેવલની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાં રાજકોટ (rajkot) અને અમદાવાદમાં જ સૌથી વધુ ત્રણ આંકડામાં મ્યુકોરમાઈકોસિસના કેસ નોંધાયા છે. 

May 14, 2021, 11:04 AM IST
રથયાત્રાની પહેલી વિધિની શરૂઆત, જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરાઈ

રથયાત્રાની પહેલી વિધિની શરૂઆત, જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરાઈ

આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યુ આ વિધિ બાદ જ વિધિગત રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે આશ્કા જાની/અમદાવાદ :ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (rathyatra) પહેલાં આજે શુક્રવારે સવારે 9 વાગે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. આજે અક્ષય તૃતીયાનો દિવસ છે. ત્યારે આજે જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી છે. જેને ચંદન પૂજા કહેવામા આવે છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ પૂજામાં જોડાયા હતા. 

May 14, 2021, 10:09 AM IST
કોરોનાને હરાવવા ગુજરાત સરકારનું વધુ એક અભિયાન

કોરોનાને હરાવવા ગુજરાત સરકારનું વધુ એક અભિયાન

‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ ની સીધી જવાબદારી મહાનગરપાલિકા અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સોંપવામાં આવી મહાનગર પાલિકા કમિશનર દ્વારા સમગ્ર કામગીરીનું મોનીટરીંગ કરવા માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્ય સરકાર દ્વારા કોરોનાને ડામવા માટે નવુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હવે ‘મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ’ નું અભિયાન ગુજરાતભરમાં ચલાવવામાં આવશે. આરોગ્ય વિભાગ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા આ અભિયાન માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 

May 14, 2021, 09:03 AM IST
8 GMERSનાં ડૉક્ટર તેમજ નર્સની હડતાળ હાલ પૂરતી સમેટાઈ, જાણો લેટેસ્ટ અપડેટ

8 GMERSનાં ડૉક્ટર તેમજ નર્સની હડતાળ હાલ પૂરતી સમેટાઈ, જાણો લેટેસ્ટ અપડેટ

ગઈકાલે આખો દિવસ પોતાની માંગણીઓ માટે આંદોલન કર્યા બાદ મોડી રાત સુધી GMERS ના તબીબ અને નર્સની ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેડા સાથે બેઠક ચાલી હતી. આ બેઠકમાં સરકારનુ હકારાત્મક વલણ સામે આવ્યું છે. જેમ બને તેમ ઝડપી ડ્યુટી જોઈન કરવાનુ એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે. આજે બપોરે ફરીથી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સાથે હડતાળના મુખ્ય લોકોની સાથે બેઠક યોજાશે. આમ, હાલ પરતી સ્ટ્રાઇક સ્થગિત કરાઈ છે. 

May 14, 2021, 08:44 AM IST
અમદાવાદના આવા ડોક્ટરોથી ચેતજો, ઘરે સારવાર આપવાના બહાને તમને લૂંટી લેશે

અમદાવાદના આવા ડોક્ટરોથી ચેતજો, ઘરે સારવાર આપવાના બહાને તમને લૂંટી લેશે

હોમ ક્વોરેન્ટાઈન રહેલા દર્દીઓને ખાનગી સારવાર કરાવનાર માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી સામે આવ્યો પરિવારને શંકા જતા તેમણે ડોક્ટર પાસેથી તેમના તબીબ હોવાના પુરાવા માંગ્યા હતા. આખરે બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો હતો

May 14, 2021, 08:07 AM IST
મુખ્યમંત્રી રૂપાણીની સ્પીચ સાથે ચેડા કરનાર યુવક  પકડાયો, મેકડોનાલ્ડવાળી મજાક કરી હતી

મુખ્યમંત્રી રૂપાણીની સ્પીચ સાથે ચેડા કરનાર યુવક પકડાયો, મેકડોનાલ્ડવાળી મજાક કરી હતી

તેને પ્રસિધ્ધી મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું દેશના ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વિડિયો પોસ્ટ કરાયેલા છે

May 14, 2021, 07:46 AM IST
RAJKOT: પ્રેમિકાની બિભત્સ તસ્વીરો ફેસબુક પર મુકી યુવકે લખ્યું કે...

RAJKOT: પ્રેમિકાની બિભત્સ તસ્વીરો ફેસબુક પર મુકી યુવકે લખ્યું કે...

શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ સંબંધ તોડી નાખતા પ્રેમીએ ફેસબુક પર તેની બિભત્સ તસ્વીરો મુકી દીધી હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે મહિલા સાયબર સેલમાં ફરિયાદ થતા પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પતિથી અલગ રહેતી યુવતીની તસ્વીરો પ્રેમીએ સોશિયલ મીડિયામાં મુકી તેને બદનામ કરવાનું કાવત્રું રચ્યું હતું. 

May 14, 2021, 03:51 AM IST
AHMEDABAD: જો નવી ગાડી લેવા ઇચ્છતા હો તો ખાસ વાંચો, નવી પોલિસી સાંભળી પરસેવો છુટી જશે

AHMEDABAD: જો નવી ગાડી લેવા ઇચ્છતા હો તો ખાસ વાંચો, નવી પોલિસી સાંભળી પરસેવો છુટી જશે

શહેરમાં વધતી જતી પાર્કિંગ સમસ્યાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી અંતર્ગત હવે શહેરીજનોએ વાહન ખરીદવામાં મુશ્કેલી સર્જાશે. આ પોલીસી અંતર્ગત શહેરીજોને કાર ખરીદતા પહેલા પાર્કિંગની જગ્યા હોવાના પુરાવા રજુ કરવા પડશે.

May 13, 2021, 11:55 PM IST
કોરોના દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને દર મહિને 4 હજારની સહાય

કોરોના દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને દર મહિને 4 હજારની સહાય

ગુજરાતમાં કોરોનાના કહેર અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક લોકોએ પોતાનાં માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. રાજ્ય સરકારે મહામારીના કપરા સમયમાં છત્રછાયા ગુમાવનારા બાળકોને સુરક્ષા કચવ પુરૂ પાડવાનો નિર્ણય લીધો છે. મહામારીમાં જે બાળકોનાં માતા અને પિતા બંન્નેનું અવસાન થયું હોય તેવા બાળકોને તેના કોઇ પણ સગા ઉછેરતા હોય તો બાળકની ઉંમર 18 વર્ષ થાય ત્યાં સુધી તેના પાલક માતા-પિતાને સરકાર દ્વારા દર મહિને પ્રિત બાળક 3 હજાર રૂપિયાની સહાય ચુકવાશે. 

May 13, 2021, 11:16 PM IST
'સેવા પરમો ધર્મ:': સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં તત્પર સ્મીમેરની 'ઈન્ફેક્શન કન્ટ્રોલ નર્સિસ' ટીમ

'સેવા પરમો ધર્મ:': સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં તત્પર સ્મીમેરની 'ઈન્ફેક્શન કન્ટ્રોલ નર્સિસ' ટીમ

આજે પણ છેલ્લા એક વર્ષથી ઈન્ચાર્જ બ્રધર સંજય પટેલની નિગરાનીમાં સતત કાર્યરત છે. આ એક એવી ટીમ છે જે ડોક્ટરોની સહાયમાં તેમની સાથે અડીખમ ઉભા રહીને દર્દીને સાજો કરવાની વિશેષ અને મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે,

May 13, 2021, 10:55 PM IST
RAJKOT: પેરોલ જંપ કરી ફરતા આરોપીનું ત્રીજા માળેથી પટકાતા મોત, ઓળખ છુપાવી કરતો મજુરી

RAJKOT: પેરોલ જંપ કરી ફરતા આરોપીનું ત્રીજા માળેથી પટકાતા મોત, ઓળખ છુપાવી કરતો મજુરી

શહેરમાં બુધવારના રોજ પાંચમાં માળેથી પટકાતા ત્રણ વર્ષનાં માસુમ કુબેરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગુરૂવારે પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા હિતેશ સોલંકી નામના વ્યક્તિનું કણકોટ પાસે ત્રીજા માળેથી પટકાતા મોત નિપજ્યું છે. સુરેન્દ્રનગરનો રહેવાસી હિતેશ સોલંકી ગુનામાં સજાના કામે રાજકોટ જિલ્લા જેલમાં હતો. આ દરમિયાન તેને પેરોલ મળતા બહાર આવ્યો હતો. પેરોલ મળ્યા બાદ તે સમયસર જેલમાં પરત નહી ફરતા નાસતો ફરતો હતો. 

May 13, 2021, 10:26 PM IST
આગ કે આત્મહત્યા? રાજકોટના ફ્લેટમાં આગ: પતિ,પુત્ર અને પુત્રી સારવાર હેઠળ, પત્નીનું મોત

આગ કે આત્મહત્યા? રાજકોટના ફ્લેટમાં આગ: પતિ,પુત્ર અને પુત્રી સારવાર હેઠળ, પત્નીનું મોત

રેલવેનગર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી ટાઉનશિપના D વિંગના છઠ્ઠા માળે આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેમાં પતિ યોગીરાજસિંહ સરવૈયા, પુત્ર પૂર્વરાજ અને પુત્રી કૃતિકા સરવૈયા દાજી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પત્નિ વર્ષાબાનું મોત નિપજતા પ્રદ્યુમન નગર પોલીસે એક્સીડેન્ટલ ડેથ અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

May 13, 2021, 10:14 PM IST
પાલનપુર સિવિલ બહાર 108માં જ દર્દીનું મોત, હોસ્પિટલમાં પ્રવેશ નહી મળતા મોતનો આક્ષેપ

પાલનપુર સિવિલ બહાર 108માં જ દર્દીનું મોત, હોસ્પિટલમાં પ્રવેશ નહી મળતા મોતનો આક્ષેપ

જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સિવિલ હોસ્પિટલનાં સંકુલમાં આજે 108 માં લવાયેલા કોવિડનાં એક દર્દીનું એમ્બ્યુલન્સમાં જ મોત નિપજતા ભારે હોબાળો મચ્યો હતો. યોગ્ય સમયે સારવાર નહી અપાઇ હોવાનો હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લગાવાઇ રહ્યો છે. પરિવારજનોના હૈયાફાટ રૂદનના કારણે સમગ્ર વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું. 

May 13, 2021, 09:56 PM IST
AHMEDABAD: આ ડોક્ટરો બાળક માટે બન્યા દેવદૂત, આ રીતે બચાવ્યો જીવ

AHMEDABAD: આ ડોક્ટરો બાળક માટે બન્યા દેવદૂત, આ રીતે બચાવ્યો જીવ

કોરોનાકાળમાં ફરીથી તબીબો ફરી એકવાર જીવનરક્ષક સાબિત થયા છે. ગર્ભમાં રહેલા બાળકને નવજીવન આપ્યું હતું. હાઇડોપ ફિટાલીસ રોગથી પીડાતો હતો બાળક જેના કારણે તેની ચાલી રહી હતી સારવાર. લાખો-કરોડો બાળકો પૈકી 1 બાળકને આ રોગ થાય છે. 4 વખત કસુવાવડનો ભોગ બનેલી મહિલાને આખરે નવજીવન મળ્યું હતું. 

May 13, 2021, 09:48 PM IST
કોરોનામાં દયનિય સ્થિતિ જોઇ યુવકે એમ્બ્યુલન્સ- શબવાહીની સેવા લોકો માટે નિઃશુલ્ક શરૂ કરાવી

કોરોનામાં દયનિય સ્થિતિ જોઇ યુવકે એમ્બ્યુલન્સ- શબવાહીની સેવા લોકો માટે નિઃશુલ્ક શરૂ કરાવી

અમદાવાદ (Ahmedabad) ના નરોડા (Naroda) વિસ્તારમાં રહેતા યુવક પ્રવિણસિંહ પરમાર ,લોકો બોડા દરબારના નામથી વધુ ઓળખે કારણ કે પહેલેથી લોક સેવા અર્થેના કાર્ય માટે પહોંચી જનાર બોડા દરબારે કોરોનામાંથી અનોખી પ્રેરણા લીધી.

May 13, 2021, 09:19 PM IST