Weight Loss Tips: જો આ વાતનું ધ્યાન ન રાખ્યું તો વજન ઘટાડવાના તમામ પ્લાન થઈ જશે ફ્લોપ

ઘણીવાર આપણે રોજબરોજની જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાની ફિટનેસનું જરા પણ ધ્યાન રાખતા નથી. આપણે પાતળા થઈ રહ્યા છીએ કે જાડા તેના પર ધ્યાન જ નથી હોતું. ઘણીવાર એટલી હદે શરીર વધી જાય કે તેના પછી વેટલોસ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

Weight Loss Tips: જો આ વાતનું ધ્યાન ન રાખ્યું તો વજન ઘટાડવાના તમામ પ્લાન થઈ જશે ફ્લોપ

નવી દિલ્લીઃ ઘણીવાર આપણે રોજબરોજની જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાની ફિટનેસનું જરા પણ ધ્યાન રાખતા નથી. આપણે પાતળા થઈ રહ્યા છીએ કે જાડા તેના પર ધ્યાન જ નથી હોતું. ઘણીવાર એટલી હદે શરીર વધી જાય કે તેના પછી વેટલોસ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો તમે વ્યસ્ત જીવનમાં દરરોજ વ્યયામ નથી કરી શકતાં તો બીજા પણ અન્ય ઉપાય છે જેનાથી તમને વેટલોસમાં મદદ થશે.

ખતરનાક દેખાવા કઈ રીતે પોતાનો લુક ડરાવનો બનાવતા હતા અમરીશ પુરી? જુઓ સૌથી ડેન્ઝર લુકની તસવીરો

મોર્નિંગ વોક કરોઃ
જો તમે સવાર સવારમાં કસરત નથી કરી શકતાં તો શરૂઆત સામાન્ય કસરતથી કરો. મોર્નિંગ વોક કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલવાથી આપણું બ્લડ સર્કુલેશન ઠીક થાય છે. અને અંગોના હલન ચલનથી ધીરે ધીરે ચરબી ઘટે છે. જો તમે શરૂઆતમાં વધારે નથી ચાલી શકતાં તો ઓછામાં ઓછું 20 મિનિટ અથવા અડધો કલાક ચાલવાની શરૂઆત કરો અને ધીરે ધીરે ચાલવાનો સમય વધારો. જેનાથી ધીમે ધીમે ચરબી ઓછી થતી જશે.

Gangubai થી લઈને Bell Bottom સુધી..આ તમામ ફિલ્મો હવે જલ્દી જ થિએટરમાં થશે રીલિઝ

સીડીનો કરો ઉપયોગ:
જો તમે કસરત નથી કરી શકતાં જો તમારા માટે સૌથી સરળ ઉપાય છે કે તમે સિડીનો વધુને વધુ ઉપયોગ કરો. સિડીથી ચઢવું ઉતરવું સૌથી શ્રેષ્ઠ કસરત છે. માટે સિડી ચઢવા-ઉતરવાની આદત તમારા રૂટિનમાં ફરજિયાત કરો. કેમ કે આ એવી કસરત છે જેના માટે તમારે અલગથી કોઈ તૈયારી કરવાની જરૂર નથી. બસ તમારે ઘરે આવતા જતાં અને ઓફિસમાં આવતા-જતાં સમયે સિડીનો ઉપયોગ કરવાનો છે.

એક સાથે 5 ડિવાઇસ પર ચલાવી શકશો WhatsApp, જલદી લોન્ચ થશે દમદાર ફીચર

ઓફિસમાં રાખો ધ્યાન:
જો તમે ઓફિસવર્ક કરો છો તો તમારી ગાડીને થોડી દૂર પાર્ક કરો. જેનાથી ગાડી સુધી જવા-આવવામાં તમે થોડું ચાલી શકો. તે સિવાય નાના-મોટા કામમાં અને નજીકમાં બજાર જવું હોય તો ચાલીને જવાનું રાખો. સૌથી જરૂરી છે કે, લંચ બાદ તરત કામ શરૂ ન કરો. 10-15 મિનિટ જમ્યા બાદ ચાલો.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news