નિર્ભયાના દોષિતોનું નવું ડેથ વોરન્ટ, 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે ફાંસીના માચડે ચડાવવામાં આવશે

નિર્ભયા કેસમાં ટ્રાયલ કોર્ટે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. જે મુજબ આ ચારેય દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે.

Updated By: Jan 17, 2020, 05:54 PM IST
નિર્ભયાના દોષિતોનું નવું ડેથ વોરન્ટ, 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે ફાંસીના માચડે ચડાવવામાં આવશે

નવી દિલ્હી: નિર્ભયા કેસમાં ટ્રાયલ કોર્ટે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. જે મુજબ આ ચારેય દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી. પરંતુ એક દોષિતે દય અરજી કરી હતી અને તેની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધા બાદ પ્રકિયા મુજબ નવું ડેથ વોરન્ટ બહાર પાડવું પડયું અને ફાંસીની તારીખ આગળ વધારવી પડી. 

જુઓ LIVE TV

આ બાજુ નવું ડેથ વોરન્ટ જાહેર થયા બાદ નિર્ભયાના માતા આશાદેવીએ કહ્યું કે પહેલા તારીખ પે તારીખ અપાતી હતી અને હવે ડેથ વોરન્ટ પર ડેથ વોરન્ટ બહાર પડી રહ્યાં છે. જ્યાં સુધી દોષિતોને ફાંસી પર ચડાવવામાં નહીં આવે ત્યાં સુધી મને શાંતિ મળશે નહીં. આ અગાઉ તિહાડ જેલના અધિકારીઓએ શુક્રવારે કોર્ટમાં દોષિતો વિરુદ્ધ મોતની સજા પર ફરીથી ડેથ વોરન્ટ જાહેર કરવાની અપીલ કરી હતી. એડિશનલ સેશન જજ જસ્ટિસ સતીશકુમાર અરોરાએ જેલ પ્રશાસનને કહ્યું કે તેઓ કોર્ટને સાંજે 4.30 વાગ્યા સુધીમાં બતાવે કે નિર્ભયાના મામલે ચાર દોષિતોમાંથી એક મુકેશ સિંહને જણાવવામાં આવ્યું છે કે નહીં કે તેની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. 

નવો વળાંક
આ બાજુ મુકેશની અરજી ભલે રાષ્ટ્રપતિએ ફગાવી દીધી પરંતુ હવે વધુ એક દોષિત પવન સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે. તેનું કહેવું છે કે હાઈ કોર્ટે તેની અરજી સગીર હોવાને લઈને ફગાવી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...