રાજસ્થાનના રણમાં નવો વળાંક, કોંગ્રેસનો દાવો- પાયલટ જૂથના ત્રણ ધારાસભ્યો સંપર્કમાં

કોંગ્રેસે દાવો કર્યો છે કે પાયલટ જૂથના ત્રણ ધારાસભ્યો તેના સંપર્કમાં છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ કે, ત્રણ ધારાસભ્યો 48 કલાકની અંદર હોટલમાં પહોંચી જશે. 

Updated By: Jul 27, 2020, 04:43 PM IST
રાજસ્થાનના રણમાં નવો વળાંક, કોંગ્રેસનો દાવો- પાયલટ જૂથના ત્રણ ધારાસભ્યો સંપર્કમાં

નવી દિલ્હીઃ રાજસ્થાનમં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી રહેલા સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલા રાજકીય જંગમાં દરરોજ નવા વળાંક આવી રહ્યાં છે. હવે કોંગ્રેસે દાવો કર્યો છે કે સચિન પાયલટ જૂથના ત્રણ ધારાસભ્યો તેના સંપર્કમાં છે અને તે જલદી હોટલ પહોંચી જશે. 

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ હોટલ ફેયર માઉન્ટમાં રોકાયેલા પાર્ટીના ધારાસભ્યો સાથે વાત કરતા સોમવારે આ દાવો કર્યો હતો. સુરજેવાલાએ કહ્યુ છે કે ત્રણ ધારાસભ્ય 48 કલાકની અંદર હોટલ ફેયર માઉન્ટ પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતનું સમર્થન કરી રહેલા ધારાસભ્યો હોટલ ફેયર માઉન્ટમાં રોકાયા છે. 

મહત્વનું છે કે અશોક ગેહલોત 102 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરતા રહ્યા છે, જ્યારે સચિન પાયલટ જૂથ તરફથી 22 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિધાનસભા સત્ર બોલાવવાને લઈને ગેહલોત સરકાર અને રાજ્યપાલ વચ્ચે તકરાર ચાલી રહી છે. 

ન લોખંડ અને ન સ્ટીલ... માત્ર પથ્થરોથી થશે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ

મદન દિલાવરની અરજી હાઈકોર્ટે નકારી
બીએસપીના 6 ધારાસભ્યોનું કોંગ્રેસમાં વિલયને લઈને દાખલ કરવામાં આવેલી અરજી કોર્ટે નકારી દીધી છે. રાજસ્થાન હાઈકોર્ટે આ અરજીને આધાર વગરની ગણાવી છે. પૂર્વ મંત્રી મદન દિલાવર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીએ કોંગ્રેસમાં વિલય માટે બસપાના છ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની તેમની અરજી પર કોઈ સુનાવણી કરી નથી. આ મામલામાં મદન દિલાવર તરફથી રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે નકારી દીધી છે. આ મામલામાં બીએસપીએ પણ ખુદને પાર્ટી બનાવવા માટે અરજી દાખલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે તેનો પણ ઇનકાર કરી દીધો છે. હવે જો બીએસપી કોઈ અરજી કરવા ઈચ્છે છે તો તેણે ફરીથી પ્રયાસ કરવો પડશે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube