ભીવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી, 10ના મૃત્યુ, કાટમાળ નીચે અનેક લોકો દટાયા

મહારાષ્ટ્રના ભીવંડીમાં એક ત્રણ માળની ઈમારત મધરાતે ધરાશાયી થઈ ગઈ. આ બિલ્ડિંગના કાટમાળ નીચે 24થી વધુ લોકો દટાયેલા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી છે. 

Updated By: Sep 21, 2020, 10:55 AM IST
ભીવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી, 10ના મૃત્યુ, કાટમાળ નીચે અનેક લોકો દટાયા
તસવીર-એએનઆઈ

મુંબઈ: મહારાષ્ટ્રના ભીવંડીમાં એક ત્રણ માળની ઈમારત મધરાતે ધરાશાયી થઈ ગઈ. આ બિલ્ડિંગના કાટમાળ નીચે 24થી વધુ લોકો દટાયેલા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી છે. એનડીઆરએફની બે ટીમો રેસ્ક્યૂ ઓપરેશન માટે ઘટનાસ્થળે છે. પીએમ મોદીએ ટ્વીટ  કરીને આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો અને પીડિત પરિવારોને સાંત્વના પાઠવી.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભીવંડીના પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી. લગભગ 20 લોકોને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ કરાયા છે. આમ છતાં હજુ પણ 20થી 25 લોકો કાટમાળ નીચે ફરાયેલા હોવાની આશંકા છે. 

ઈમારતમાં હતા 21 ફ્લેટ
આ ત્રણ માળની ઈમારતમાં 21 ફ્લેટ હતા. દુર્ઘટના ઘટી ત્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હતાં. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. અચાનક રાતે 3:20 વાગે પટેલ કમ્પાઉન્ડમાં ઈમારત તૂટી પડતા કોહરામ મચી ગયો. સ્થાનિક નાગરિકો અને NDRFની ટીમો બચાવકાર્યમાં  લાગી છે. અનેક લોકો હજુ કાટમાળ નીચે દટાયેલા છે. 

 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube