સરહદ પર તણાવઃ ભારત-ચીન કોર કમાન્ડર સ્તરની આજે 8મી બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

પૂર્વી લદ્દાખમાં ભારે ઠંડીની સ્થિતિમાં ભારતના લગભગ 50 હજાર સૈનિક કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે પર્વતીય ઉંચાઈઓ પર તૈનાત છે. 

સરહદ પર તણાવઃ ભારત-ચીન કોર કમાન્ડર સ્તરની આજે  8મી બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

નવી દિલ્હીઃ ભારતીય સેના (Indian Army) શુક્રવારે થવા જઈ રહેલી કોર કમાન્ડર સ્તરની આઠમાં રાઉન્ડની બેઠકમાં પૂર્વી લદ્દાખમાં વિરોધ વાળા બધા સ્થાનોથી ચીની સૈનિકોની પૂર્ણ વાપસી પર ભાર આપશે. સત્તાવાર સૂત્રોએ ગુરૂવારે આ વાત કહી છે. તેમણે કહ્યું કે, બેઠક શુક્રવારે સવારે સાડા નવ કલાકે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારતીય ક્ષેત્ર તરફના ચુશૂલમાં યોજાશે. 

લદ્દાખમાં તૈનાત છે 50 હજાર સૈનિક
પૂર્વી લદ્દાખમાં ભારે ઠંડીની સ્થિતિમાં ભારતના લગભગ 50 હજાર સૈનિક કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે પર્વતીય ઉંચાઈઓ પર તૈનાત છે. છ મહિનાથી ચાલતા વિવાદને લઈને બંન્ને દેશો વચ્ચે પૂર્વમાં થયેલી અનેક બેઠકોનું અત્યાર સુધી કોઈ મજબૂત પરિણામ નિકળ્યું નથી. અધિકારીઓ અનુસાર ચીની સેનાએ પણ લગભગ 50,000 સૈનિક તૈનાત કરી રાખ્યા છે. 

પાછલી વાર્તાનું કોઈ પરિણામ નહીં
કોર કમાન્ડર સ્તરની પાછલા રાઉન્ડની વાતચીત 12 ઓક્ટોબરે થઈ હતી, પરંતુ તેમાંથી કોઈ પરિણામ સામે આવ્યું નથી. 

વધતા પ્રદૂષણ પર કેજરીવાલ સરકારનો નિર્ણય, દિલ્હીમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ

ભારત ચીન વચ્ચે ગંભીર તણા
વિદેશમંત્રી એસ જયશંકરે હાલમા કહ્યુ હતું કે, ભારત અને ચીન વચ્ચે ગંભીર તણાવ છે તથા સરહદ મેનેજમેન્ટને લઈને બંન્ને પક્ષો દ્વારા કરવામાં આવેલી સમજુતીનું સન્માન કરવું જોઈએ. 

લેફ્ટિનેન્ટ જનરલ પીજીકે મેનન કરશે નેતૃત્વ
આઠમાં તબક્કાની વાર્તામાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેફ્ટિનેન્ટ જનરલ પીજીકે મેનન કરશે જે લેગ આધારિત 14મી કોરના નવા કમાન્ડર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news