અમિત શાહ ગૃહ મંત્રી બનતા જ બોલિવૂડના આ ડાઈરેક્ટરે ટ્વિટ કરીને કહ્યું-'હું આવી ગયો છું'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળના 57 સભ્યો સાથે ગુરુવારે શપથ લીધા બાદ શુક્રવારે કેબિનેટ મંત્રીઓને મંત્રાલયોની જવાબદારી પણ સોંપી દીધી છે. જેમાં પહેલીવાર કેબિનેટ મંત્રી બનેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજનાથ સિંહને રક્ષામંત્રી બનાવવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે ગત મોદી સરકારમાં રાજનાથ સિંહ પાસે ગૃહ મંત્રાલય હતું. આ બાજુ ફિલ્મ નિર્માતા અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICI)ના મુખ્ય સલાહકાર અશોક પંડિતે શુક્રવારે વિપક્ષ પર જોરદાર નિશાન સાધતા એક ટ્વિટ કરી હતી. 
અમિત શાહ ગૃહ મંત્રી બનતા જ બોલિવૂડના આ ડાઈરેક્ટરે ટ્વિટ કરીને કહ્યું-'હું આવી ગયો છું'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળના 57 સભ્યો સાથે ગુરુવારે શપથ લીધા બાદ શુક્રવારે કેબિનેટ મંત્રીઓને મંત્રાલયોની જવાબદારી પણ સોંપી દીધી છે. જેમાં પહેલીવાર કેબિનેટ મંત્રી બનેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજનાથ સિંહને રક્ષામંત્રી બનાવવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે ગત મોદી સરકારમાં રાજનાથ સિંહ પાસે ગૃહ મંત્રાલય હતું. આ બાજુ ફિલ્મ નિર્માતા અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICI)ના મુખ્ય સલાહકાર અશોક પંડિતે શુક્રવારે વિપક્ષ પર જોરદાર નિશાન સાધતા એક ટ્વિટ કરી હતી. 

અશોક પંડિતે અમિત શાહની એક તસવીર શેર કરતા ટ્વિટર પર લખ્યું કે 'ટુકડે ટુકડે ગેંગ, એવોર્ડ વાપસી ગેંગ, ધી ખાન માર્કેટ ગેંગ, મૈં આ રહા હું...' નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બીજી ઈનિંગમાં પોતાના 5 મોટા સાથીદાર શોધી લીધા છે. જેમાં રાજનાથ સિંહ, અમિત શાહ, પીયુષ ગોયલ, ડો,એસ જયશંકર અને નિર્મલા સીતારમન સામેલ છે. વડાપ્રધાને રાજનાથ સિંહને રક્ષા મંત્રાલય, અમિત શાહને ગૃહ મંત્રાલય, પીયુષ ગોયલને રેલવે મંત્રાલય, ડો.એસ જયશંકરને વિદેશ મંત્રાલય તથા નિર્મલા સીતારમનને નાણા મંત્રાલયની જવાબદારી સોંપી છે. 

અમિત શાહ પાસે ભાજપ સંગઠનની જવાબદારી હતી
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં અમિત શાહ પાસે ભાજપ સંગઠનની જવાબદારી હતી. રાજનાથ સિંહને ગત સરકારમાં ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપાઈ હતી. જ્યારે અરુણ જેટલી નાણા મંત્રી હતાં પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું નહીં હોવાના કારણે આ વખતે નાણા મંત્રાલયની જવાબદારી નિર્મલા સીતારમનને સોંપાઈ છે. પીએમ મોદીના પહેલા કાર્યકાળમાં નિર્મલા સીતારમનને રક્ષા મંત્રાલયની જવાબદારી મળી હતી. રક્ષામંત્રી તરીકે બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈને તેમની મોટી ઉપલબ્ધિઓમાં ગણવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news