West Bengal Election 2021: મિશન બંગાળ પર મંથન! મુકુલ રોય અને શુભેંદુ અધિકારીને શાહે દિલ્હી બોલાવ્યા

ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ખુદ મિશન બંગાળની કમાન સંભાળી છે. અમિત શાહે બંગાળના બે મોટા નેતાઓને અચાનક દિલ્હી બોલાવ્યા છે. 
 

 West Bengal Election 2021: મિશન બંગાળ પર મંથન! મુકુલ રોય અને શુભેંદુ અધિકારીને શાહે દિલ્હી બોલાવ્યા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી  (West Bengal Election 2021)  પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) અને મમતા બેનર્જી (Mamata Banerjee) વચ્ચે જંગ ચાલી રહ્યો છે. ભાજપ તરફથી બંગાળની લડાઈ માટે તમામ નેતા જમીની સ્તર પર રાજ્યમાં કામ કરી રહ્યાં છે તો દિલ્હીમાં રણનીતિ બનાવવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ખુદ મિશન બંગાળની કમાન સંભાળી છે. અમિત શાહે બંગાળના બે મોટા નેતાઓને અચાનક દિલ્હી બોલાવ્યા છે. 

મુકુલ રોય અને શુભેંદુ અધિકારીને બોલાવ્યા
સૂત્રો પ્રમાણે પશ્ચિમ બંગાળ ચૂંટણી (West Bengal Election 2021) ને લઈને ગૃહમંત્રી અમિત શાહ  (Amit Shah) ના ઘર પર હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક માટે અમિત શાહે બંગાળના મોટા ભાજપ નેતા મુકુલ રોય અને હાલમાં ટીએમથી ભાજપમાં આવેલા શુભેંદુ અધિકારીને દિલ્હી બોલાવ્યા છે. બન્ને નેતાઓને કહેવામાં આવ્યું છે કે આજે બારૂઈપુરની સભા બાદ તત્કાલ દિલ્હી પહોંચે. 

આ નેતા પણ રહેશે હાજર
અમિત શાહ (Amit Shah) અને જેપી નડ્ડા  (JP Nadda) ની સાથે દિલીપ ઘોષ, શુભેંધુ અધિકારી, કૈલાશ વિજયવર્ગીય આ બેઠકમાં સામેલ થશે. પાર્ટી સૂત્રો પ્રમાણે બેઠકમાં ભાજપની ચૂંટણી કમિટીની તૈયારી, રથયાત્રાની રૂપરેખાને અંતિમ રૂપ આપવા અને પોતાના સંગઠનના જરૂરી કાર્યક્રમોને લઈને વાતચીત થશે. 

રથયાત્રાની તૈયારી
મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી  (West Bengal Election 2021) પહેલા ભાજપના પ્રદેશ એકમે મમતા બેનર્જી (Mamata Banerjee) સરકાર પાસે રથયાત્રા કાઢવાની મંજૂરી માગી છે. ભાજપ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી રથયાત્રાના રૂપમાં રાજ્યભરમાં પાંચ રેલીઓ કરવા ઈચ્છે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news