J&K: રાતે CRPF કેમ્પમાં રોકાયા ગૃહમંત્રી અમિત શાહ, જવાનો સાથે કર્યું ભોજન, આ ગંભીર મુદ્દે કરી વાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સોમવારે પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ  (CRPF) કેમ્પની મુલાકાત લીધી. અમિત શાહ ગત રાતે સીઆરપીએફના કેમ્પમાં જ રોકાયા અને જવાનો સાથે ભોજન કર્યું.

J&K: રાતે CRPF કેમ્પમાં રોકાયા ગૃહમંત્રી અમિત શાહ, જવાનો સાથે કર્યું ભોજન, આ ગંભીર મુદ્દે કરી વાત

શ્રીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સોમવારે પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ  (CRPF) કેમ્પની મુલાકાત લીધી. અમિત શાહ ગત રાતે સીઆરપીએફના કેમ્પમાં જ રોકાયા અને જવાનો સાથે ભોજન કર્યું. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી અને કહ્યું કે અર્ધસૈનિક દળોના જવાનો સાથે સમય વીતાવવા માંગતો હતો. તેમને મળીને તેમના અનુભવ અને મુશ્કેલીઓને જાણી અને તેમના જુસ્સાને જોવા માંગતો હતો. અમિત શાહની સાથે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ સીઆરપીએફ કેમ્પ પહોંચ્યા હતા. 

આતંકવાદ અને પથ્થરમારા પર બોલ્યા અમિત શાહ
પુલવામા પહોંચ્યા બાદ અમિત શાહે કાશ્મીરમાં આતંકવાદ અને પથ્થરબાજીની ઘટનાઓ પર પોતાનો મત રજુ કર્યો. તેમણે કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની ઝીરો ટોલરેન્સ નીતિ છે અને નાગરિકોને બચાવવા અમારી પ્રાથમિકતા છે. આ સાથે જ તેમણે કહ્યું કે પહેલા કાશ્મીરમાં પથ્થરમારાના ઘટનાઓ સામે આવતી હતી, આજે જો કે સ્થિતિ અલગ છે. તેમણે કહ્યું કે પથ્થરમારાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. આવી ઘટનાઓ માનવતા વિરુદ્ધ છે અને આપણે તે સહન કરી શકીએ નહીં. 

इसलिए पुलवामा के लेथपोरा सीआरपीएफ कैम्प में अपने बहादुर जवानों के साथ भोजन किया व आज का रात्रि विश्राम भी कैम्प में जवानों के साथ करूँगा। @crpfindia pic.twitter.com/PJ4qxnnhAk

— Amit Shah (@AmitShah) October 25, 2021

'આતંકી ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોની સંખ્યામાં નોંધાયો ઘટાડો'
અમિત શાહે કહ્યું કે 2014થી 2021 દરમિયાન આતંકી હુમલાઓમાં મોત અને જવાનોની શહાદતમાં કમી આવી છે. વર્ષ 2004થી 2014 વચ્ચે આતંકી ઘટનાઓમાં 208 નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે 2014થી 2021 વચ્ચે આ આંકડામાં ઘટાડો થયો છે. આ દરમિયાન વાર્ષિક 60 જવાનો શહીદ થયા અને નાગરિકોની સંખ્યા ફક્ત 30 રહી ગઈ. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ. જવાનોના સર્વોચ્ચ બલિદાનને આપણે ભૂલી શકીએ નહીં. તેમણે કહ્યું કે જો શાંતિ હોય, સુરક્ષા હોય અને વિકાસ માટે નક્કી કરી લીધુ હોય તો શું થઈ શકે તે જમ્મુ અને કાશ્મીરે દેખાડી દીધુ છે. આપણે વિકાસ પર સફળતાપૂર્વક આગળ વધીશું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખુબ સુધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news