'મુસલમાન મુક્ત ભારત બનાવવા માગે છે અમિત શાહ': અસદુદ્દીન ઓવૈસી

તેલંગાણા વિધાનસભા ચૂંટણીપ્રચારમાં એક રેલીમાં ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ અને અમિત શાહ મુસલમાન મુક્ત ભારત બનાવવા માગે છે 

'મુસલમાન મુક્ત ભારત બનાવવા માગે છે અમિત શાહ': અસદુદ્દીન ઓવૈસી

હૈદરાબાદઃ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહના એક નિવેદન પર વળતો પ્રહાર કરતા વિવાદિત નિવેદન આપ્યું છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણી પ્રચારની એક રેલીમાં ઓવૈસીએ આરોપ લગાવ્યો કે, ભાજપ અને અમિત શાહ મુસલમાન મુક્ત ભારત બનાવવા માગે છે. તેમણે પોતાના ભાષણ દ્વારા લઘુમતિને ડરાવવાનો પ્રયાસ કર્યો છે કે, જો ભાજપ સત્તામાં આવશે તો તેમણે અહીંથી જતા રહેવું પડશે. 

ઓવૈસીએ જણાવ્યું કે, 'અમિત શાહે હૈદરાબાદમાં આવીને જણાવ્યું છે કે, તેઓ હૈદરાબાદને મજલિસથી મુક્ત કરશે. કેવી રીતે મુક્ત કરશો? ક્યાંથી મુક્ત કરશો? તમે મજલિસ મુક્ત નહીં ભારતને મુસલમાનોથી મુક્ત કરવા માગો છો. ભારતમાંથી મુસલમાનોને હાંકી કાઢવા માગો છો.' ઓવૈસીએ આરોપ લગાવ્યો કે, ભાજપ અને અમિત શાહ કોંગ્રેસ મુક્તનો નારો આપે છે, પરંતુ તેઓ મુસ્લિમ મુક્ત ભારત બનાવવા માગે છે. 

શું કહ્યું હતું અમિત શાહે? 
થોડા દિવસ પહેલા એક ચૂંટણી સભામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદી બાદ હૈદરાબાદને ભારતમાં સામેલ કરવા માટે અનેક લોકોએ કુરબાની આપી હતી. તેમની યાદમાં હૈદરાબાદ મુક્તિ દિવસ મનાવાય છે. મજલિસના ડરથી તેલંગાણા સરકારે હૈદરાબાદ મુક્તિ દિવસ મનાવવાનું બંધ કરી દીધું છે. 

સરકારે મજલિસ દ્વારા ના પાડવાને કારણે કરબાની આપનારા લોકોને યાદ કરવાનું પણ છોડી દીધું છે. તેમણે જણાવ્યું કે, જો ભાજપ તેલંગાણામાં સત્તામાં આવશે તો તે હૈદરાબાદ મુક્તિ દિવસ મનાવશે અને કુરબાની આપનારા લોકોનું સન્માન કરશે. 

આ અગાઉ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વિરોધ પક્ષનું ગઠબંધન બનાવવાની પહેલ કરનારા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુની શાખ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ અત્યાર સુધી અને 2002ના 'ગુજરાત રમખાણો' દરમિયાન ભાજપના સમર્થક હતા. તેમણે જણાવ્યું કે, નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ સમયે નરેન્દ્ર મોદીની સરકારની ભાગીદાર હતી જ્યારે વિદ્યાર્થી રોહિત વેમુલા, મોહમ્મદ અખલાક (લિન્ચિંગ પીડિત)નું મૃત્યુ થયું હતું. 

भागवत के बयान पर भड़के ओवैसी, कहा- बीजेपी और RSS राम मंदिर बनाएं, रोका किसने है?

ઓવૈસીએ ટ્વીટ કરી છે કે, '2002માં ગુજરાત રમખાણો દરમિયાન એનસીબીએને ભાજપને ટેકોઆપ્યો હતો. જ્યારે અખલાક, રોહિત, જુનૈદ, અલીમુદ્દીનની હત્યા કરવામાં આવી તો એ સમયે તેઓ પીએમઓ ઈન્ડિયા કેબિનેટમાં ભાગીદાર હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં અનેક સાંપ્રદાયિક રમખાણો થયા છે, અથડામણમાં અઝીઝ અને આઝમની હત્યા થઈ છે અને હવે તેઓ ધર્મનિરપેક્ષતાના રક્ષક બનવા જઈ રહ્યા છે. વાહ.'

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો કેન્દ્ર દ્વારા ઈનકાર કરાયા બાદ આ વર્ષની શરૂઆતમાં એનડીએમાંથી છુટા પડેલા નાયડુ હવે ભાજપ સામે એકઠા થઈને લડવા માટે બિન-ભાજપી પક્ષોના નેતાઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. નાયડુએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. 

આ અગાઉ પણ ઓવૈસી ભાજપ પર હુમલો કરતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશમાંથી અલગ પડ્યા બાદ તેલંગાણામાં પ્રથમ વખત ચૂંટણી થવા જઈ રહી છે. અત્યારે રાજ્યમાં TRSની સરકાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news