કોઈ પણ ભારતીય જમ્મુ-કાશ્મીરમાં તો જમીન ખરીદી શકશે, પણ લદાખમાં નહીં, જાણો કારણ
Trending Photos
નવી દિલ્હી: મંગળવારે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir)માં જમીન માલિકી અધિનિયમ સંબંધિત કાયદામાં મોટું સંશોધન કરતા નવા જમીન કાયદા(Land Laws for Jammu Kashmir) નું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. આ નોટિફિકેશન બાદ કોઈ પણ ભારતીય જમ્મુ અને કાશ્મીરમાં જમીનની ખરીદી-વેચાણ કરી શકે છે જો કે હાલ લદાખમાં આવું શક્ય બની શકશે નહીં.
11 રાજ્યો માટે છે ખાસ જોગવાઈ
ગૃહ મંત્રાલયના નવા નોટિફિકેશન મુજબ જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન કાયદો તત્કાળ પ્રભાવથી લાગુ થાય છે પરંતુ લદાખમાં હાલ લાગુ કરાયો નથી. તેનું કારણ છે લદાખના નેતાઓ અને સરકાર વચ્ચે ગત મહિને થયેલી વાતચીત. આ દરમિયાન LAC પર ભારત-ચીન ઘર્ષણને જોતા કલમ 371 કે છઠ્ઠી અનુસૂચિની માગણી કરાઈ. કલમ 371માં છ પૂર્વોત્તર રાજ્યો સહિત કુલ 11 રાજ્યો માટે ખાસ જોગવાઈ છે. જેથી કરીને તેમની સાંસ્કૃતિક ઓળખ અને આર્થિક હિતોની રક્ષા થઈ શકે. લદાખના નેતાઓનું કહેવું છે કે તેમની 90 ટકા વસ્તી આદિવાસી છે આથી તેમના અધિકારોની રક્ષા કરવી પડશે.
કેન્દ્રએ આપ્યું આશ્વાસન
આ જ પ્રકારની જોગવાઈ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પહેલેથી લાગુ છે. આ રાજ્યોમાં અન્ય રાજ્યોના લોકો દ્વારા જમીન ખરીદવા પર પ્રતિબંધ છે. આ માગણીઓ પર ભાજપના નેતાઓએ પણ સહમતિ આપી. આ સાથે જ આમ ન થાય તો LAHDC ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચેતવણી અપાઈ હતી. દિલ્હીમાં ભજાપના નેતાઓ દ્વારા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને જી કિશન રેડ્ડી સહિત વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક બાદ સ્થાનિક નેતાઓને આશ્વાસન આપાયું હતું કે તેમની માગણીઓ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ LAHDCમાં ભાજપની જીત થઈ અને 26માંથી 15 બેઠકો મળી. જ્યારે કોંગ્રેસને માત્ર 9 સીટ મળી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે