આયશાના મોત બાદ મુસ્લિમ સમાજે દહેજ સામે અવાજ ઉઠાવ્યો, મસ્જિદમાંથી કરવામાં આવી જાહેરાત

આયશાના મોત બાદ દેશભરમાં મુસ્લિમ સમાજના લોકો દહેજ પ્રથા સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. આયશાના આપઘાત બાદ હવે સમાજમાં દહેજ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. 

આયશાના મોત બાદ મુસ્લિમ સમાજે દહેજ સામે અવાજ ઉઠાવ્યો, મસ્જિદમાંથી કરવામાં આવી જાહેરાત

આગરાઃ ગુજરાતના અમદાવાદની આયશા (Ayesha suicide case) એ થોડા દિવસ પહેલા પોતાના પતિ સાથે વિવાદ બાદ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આયશા આત્મહત્યા કેસ બાદ મુસ્લિમ સમાજ (Muslim samaj) માં દહેજ વિરુદ્ધ અવાજ મજબૂત થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુસ્લિમ સમાજની સંસ્થાએ દહેજ પ્રભાને ખતમ કરવાની અપીલ કરી છે. આ કુપ્રથાને ખતમ કરવા માટે જુમાના દિવસે આગરાની મસ્જિદોમાંથી દહેજ ન લેવાની અપીલ કરવામાં આવી છે.

સામાજિક સંગઠન આગળ આવ્યા
પાછલા શુક્રવારે આગરાના મંટોલા સ્થિત કૈંથવાળી મસ્જિદમાં જુમાની નમાઝ બાદ દહેજને ખતમ કરવાની પહેલ શરૂ થઈ. તો યૂપીના અમરોહા જિલ્લાની એક સંસ્થા જમીયત ઉલમા હિંદ દહેજ કુપ્રથાને ખતમ કરવા માટે આગળ આવી છે. આ સંસ્થાના મૌલાાઓને દહેજ લઈને વિવાદવાળા લગ્નમાં નિકાહ ન પઢવાની અપીલ કરી છે. આ સંસ્થા જલદી ગામ અને શહેરોમાં ન માત્ર મુસ્લિમ સમાજ પરંતુ સમાજના અન્ય વર્ગના લોકોને પણ જોડીને દહેજ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

દહેજની લેણદેણ પર લગામ લવાવવાનો પ્રયાસ
આ સંસ્થાના સંરક્ષક મુફ્તી અફ્ફાન મંસૂરપુરીનું કહેવુ છે કે દહેજ વિરોધી મુહિમની શરૂઆત પાછલા રવિવારથી શરૂ કરવામાં આવી છે. જમીયતના રાષ્ટ્રીય અધ્યક્ષ કારી મોહમ્મદ ઉસ્માન સાથે ચર્ચા બાદ મસ્જિદોમાં નમાઝ બાદ દહેજની લેતીદેતી પર ચર્ચા કરવામાં આવી રહી છે. શરીયતનો હવાલો આપીને તે લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે દહેજ ઇસ્લામમાં યોગ્ય નથી. 

મૌલાનાઓને કરવામાં આવી અપીલ
મુફ્તીએ મૌલાનાઓને અપીલ કરતા કહ્યુ કે, એવા ઘરમાં લગ્ન ન કરાવવા જોઈએ, જ્યાં દહેજની માંગ થાય છે. તેમણે જણાવ્યું કે, જમીયતે બધા મૌલાનાઓને અપીલ કરી છે કે જે લગ્નમાં દહેજની લેતીદેતીને લઈને વિવાદ સામે આવ્યા કે તેને સંબંધિત ફરિયાદ હોય તો તે ત્યાં નિકાહ ન પઢાવે. 

દહેજને ગણાવ્યો ગુનો
પાછલા શુક્રવારે આગરાના શહેર કાઝી મોહમ્મદ અહમદ અલીએ કહ્યુ, શરીયતમાં દહેજની માંગણી કરવી ગુનો છે. તેથી દહેજને કબૂલ ન કરો. તો ઉમલા બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ મુફ્તી મુદસ્સિરનું કહેવુ છે કે પોતાની પુત્રીઓને દહેજની જગ્યાએ મિરાસ આપો. 

મહત્વનું છે કે હાલમાં અમદાવાદ સ્થિત સાબરમતી નદીમાં આયશા નામની એક મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. આયશાના લગ્ન 2018મા રાજસ્થાનના આરીફ સાથે થયા હતા. લગ્ન બાદ આયશાને સતત દહેજ માટે હેરાન કરવામાં આવી રહી હતી. આયશાના મોત બાદ દેશભરમાં મુસ્લિમ સમાજના લોકો દહેજ લેવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news