જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના જનાજા પર રોક લગાવવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો- જનરલ રાવત

ભારતીય સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે જમ્મુ અને કાસ્મીર સરહદ પર થઈ રહેલી ઘૂસણખોરી મામલે મોટું નિવેદન  આપ્યું છે. બિપિન રાવતે કહ્યું કે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હંમેશાથી ઘૂસણખોરીનું સમર્થન કરતો આવ્યો છે. તેમણે કહ્યું કે પહેલાની સરખામણીમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સંબંધી ઘટનાઓ ઓછી થઈ છે. કાશ્મીરના હાલાત પર બોલતા તેમણે કહ્યું કે ઘાટીના જે યુવકો આતંકનો રસ્તો છોડવાની ઈચ્છા ધરાવતો હોય તેમની મદદ માટે ભારતીય સેના હંમેશા તૈયાર છે. 
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના જનાજા પર રોક લગાવવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો- જનરલ રાવત

નવી દિલ્હી: ભારતીય સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે જમ્મુ અને કાસ્મીર સરહદ પર થઈ રહેલી ઘૂસણખોરી મામલે મોટું નિવેદન  આપ્યું છે. બિપિન રાવતે કહ્યું કે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હંમેશાથી ઘૂસણખોરીનું સમર્થન કરતો આવ્યો છે. તેમણે કહ્યું કે પહેલાની સરખામણીમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સંબંધી ઘટનાઓ ઓછી થઈ છે. કાશ્મીરના હાલાત પર બોલતા તેમણે કહ્યું કે ઘાટીના જે યુવકો આતંકનો રસ્તો છોડવાની ઈચ્છા ધરાવતો હોય તેમની મદદ માટે ભારતીય સેના હંમેશા તૈયાર છે. 

આતંકીઓના જનાજા પર રોક લગાવવાનો નિર્ણય યોગ્ય- રાવત 
સેના પ્રમુખે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના તમામ વિસ્તારોમાં આતંકીઓના જનાજા પર રોક લગાવવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો છે. તેમણે કહ્યું કે આતંકીઓના જનાજા પર રોક  લગાવ્યાં બાદ કાશ્મીરમાં હાલાત પહેલા કરતા સારા થયા છે અને હિંસામાં ઘટાડો થયો છે. 

રાવતે પોતાના વાર્ષિક પત્રકાર સંમેલનમાં એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિને વધુ સુધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં શાંતિ માટે અમે માત્ર કોઓર્ડિનેટર છીએ. જનરલ રાવતે કહ્યું કે અમે ઉત્તર અને પશ્ચિમ સરહદો પર સ્થિતિ વધુ સારી રીતે સંભાળી છે. તેમણે કહ્યું કે ચિંતાની કોઈ વાત ન હોવી જોઈએ. 

ઘાટીના યુવાઓ કટ્ટરપંથી બની રહ્યાં છે
તેમણે કહ્યું કે કટ્ટરપંથે આપણા દેશમાં એક અલગ સ્વરૂપ લઈ લીધુ છે. જમ્મુ અને કાશ્મીરમાં યુવાનોને ખોટી માહિતી અપાઈ રહી છે અને ધર્મ અંગે જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યાં છે. જેના કારણે તેઓ કટ્ટરપંથી બની રહ્યાં છે. આ સ્વરૂપ હવે એક યુદ્ધ ટેકનીક બની રહ્યું છે. સૌથી મોટો મુદ્દો એ છે કે સોશિયલ મીડિયાએ હવે સુનિશ્ચિત કરવું પડશે કે ખોટી  માહિતી દ્વારા કટ્ટરપંથને ન ફેલાવો જોઈએ. આતંકવાદી સંગઠન જે કારણો માટે પૈસા ભેગા કરે છે, સોશિયલ મીડિયા દ્વારા તેમાં કટ્ટરપંથ ફેલાવવો એ પણ એક કારણ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news