અરવિંદ કેજરીવાલ AAP વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં, 16મી ફેબ્રુઆરીએ શપથવિધિ!
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને વિધાયક દળના નેતા તરીકે ચૂંટી કાઢ્યાં. આ અગાઉ અરવિંદ કેજરીવાલ દિલ્હીના એલજી અનિલ બૈજલને મળવા ગયા. સૂત્રોના જણાવ્યાં મુજબ એવા પણ અહેવાલ છે કે 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલની શપથવિધિ થઈ શકે છે. શપથવિધિ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં થશે.
આ ઉપરાંત આજે આપ ધારાસભ્યોની એક બેઠક પણ છે. અરવિંદ કેજરીવાલે પોતાના નિવાસ સ્થાને આ બેઠક બોલાવી છે. આ બાજુ દિલ્હી ભાજપે પણ હારની સમીક્ષા માટે બેઠક બોલાવી છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં મંગળવારે 11 ફેબ્રુઆરીએ આવેલા પરિણામોમાં આમ આદમી પાર્ટીને ભારે બહુમત મળ્યો છે. દિલ્હીની 62 બેઠકો પર પાર્ટીએ જીત મેળવી છે. જ્યારે ભાજપને ફાળે માત્ર 8 બેઠકો ગઈ. કોંગ્રેસને તો એક પણ બેઠક ન મળી.
જુઓ LIVE TV
જો કે ગત વખત કરતા ભાજપે આ વખતે સીટો વધારી પરંતુ 10નો આંકડો પાર ન કર્યો. દિલ્હીમાં ભાજપના બે નેતા એવા પણ રહ્યાં જેમણે કેજરીવાલની આંધીમાં સતત બીજીવાર સીટ બચાવી અને તે છે રોહિણી વિધાનસભા બેઠકના વિજેતા વિજેન્દ્ર ગુપ્તા અને વિશ્વાસનગરથી ત્રીજીવાર ધારાસભ્ય બનેલા ઓમ પ્રકાશ શર્મા. વિશ્વાસનગરની વાત કરીએ તો 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઓમ પ્રકાશ શર્માનએ કોંગ્રેસને હરાવીને બીજીવાર ભાજપના ફાળે આ બેઠક જમાવી હતી. આ ઉપરાંત 1993માં પણ આ બેઠક ભાજપે જીતી હતી. ત્યારબાદ 2015માં કેજરીવાલની આંધીમાં પણ ઓમ પ્રકાશ શર્મા ભાજપની આ સીટ બચાવવામાં સફળ રહ્યાં હતાં.
રોહિણીની વાત કરીએ તો આ સીટ ઉત્તર પશ્ચિમ દિલ્હી લોકસભા ક્ષેત્રમાં આવે છે. વર્ષ 2015માં આપની લહેરમાં પણ વિજેન્દ્ર ગુપ્તાએ આ બેઠક ભાજપને અપાવી હતી. હવે 2020માં પણ પાર્ટી કબ્જો જમાવવામાં સફળ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે