નરેન્દ્ર મોદીની સૌથી મોટી 'ચેલેન્જ' જે તેમને 2019માં ફરીથી વડા પ્રધાન બનાવી શકે છે

આર્થિક મોરચા પર વર્ષ 2018માં મોદી સરકાર સામે સતત નવા-નવા પડકાર આવ્યા છે. આવી સ્થિતિમાં વર્મતાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે સૌથી મોટો પડકાર એ છે કે, તેઓ તેમાંથી બહાર કેવી રીતે આવશે...

નરેન્દ્ર મોદીની સૌથી મોટી 'ચેલેન્જ' જે તેમને 2019માં ફરીથી વડા પ્રધાન બનાવી શકે છે

નવી દિલ્હીઃ દેશના નવા વડા પ્રધાન કોણ બનશે? શું પીએમ મોદી ફરીથી સત્તાસૂત્રો સંભાળશે? શું તેઓ એ આર્થિક પડકારોનો સામનો કરી શકશે, જેણે વિકાસના પૈડાંને અટકાવી દીધાં છે? શું આ બધા પડકારો સાથે મોદી સરકાર માટે 2019ની ચૂંટણી જીતવી સરળ બનશે? આ તમામ સવાલ છેલ્લા કેટલાક મહિનાથી ઊભા થઈ રહ્યા છે. કારણ એટલું જ કે, વર્ષ 2018માં મોદી સરકાર સામે સૌથી મોટા પડકાર આર્થિક મોરચે જ આવ્યા છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન મોદી સામે સૌથી મોટો પડકાર આ તમામ મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો છે.

મોદી સરકાર સૌથી મોટી જે 'ચેલેન્જ' છે તે આર્થિક મોરચે જ રહેલી છે. આર્થિક પડકારોમાં ક્રૂડ ઓઈલ, રૂપિયાની નબળાઈ, બેન્કોનો NPA, RBI સાથે વિવાદ અને નાણાકિય ખાધ મુખ્ય છે. આ તમામમાંથી મોદી સરકારે બહાર નિકળવાનું છે. જોકે, પીએમ મોદી માટે હવે સારા સંકેત મળવા લાગ્યા છે. 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં તેમની સૌથી મોટી 'ચેલેન્જ'માં જ તેમને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આ ચેલેન્જ છે - ક્રૂડ ઓઈલ. 

ક્રૂઈ ઓઈલના બજારમાં આવી નરમી 
હકીકતમાં ક્રૂડ ઓઈલ (ખનીજ તેલ)ના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઓક્ટોબરની સરખામણીએ 28% કરતાં પણ વધારાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. ઓક્ટોબર મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ 86 ડોલર પ્રતિ ડોલરથી પણ વધુ થઈ ગયા હતા. જે ચાર વર્ષમાં ક્રૂડ ઓઈલનો સર્વોચ્ચ ભાવ હતો. જોકે, હવે નવેમ્બર આવતા-આવતા ક્રૂડ ઓઈલના ભાવમાં નરમી દેખાવા લાગી છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 60 ડોલર પ્રતિ બેરલના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે આવી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો સરકાર માટે સૌથી મોટી રાહત છે. કારણ કે, દુનિયાભરના નિષ્ણાતો તેના ભાવ 100 ડોલર પ્રતિ બેરલ સુધી જવાની સંભાવના વ્યક્ત કરી ચૂક્યા હતા. 

PM Narendra Modi Big Challenge

અમેરિકા અને રશિયાએ પહોંચાડ્યો ફાયદો 
અમેરિકાએ ઈરાન પર તેણે લાદેલા પ્રતિબંધો બાદ પણ 8 દેશને તેની પાસેથી ખનિજ તેલની આયાતની છૂટ આપી છે. આ ઉપરાંત, અમેરિકા અને રશિયાએ ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મુકવાને બદલે વધારો કર્યો છે. સાથે જ સાઉદી અરબ પણ તેનું ઉત્પાદન સતત વધારી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ સંકેત આપ્યા છે કે, ક્રૂડ ઓઈલનો ભાવ 54 ડોલર પ્રતિ બેરલ સુધી નીચે જઈ શકે છે. 

શા માટે ઘટશે ક્રૂડ ઓઈલના ભાવ?
એનર્જી એક્સપર્ટ્સનું માનવું છે કે, ક્રૂડ ઓઈલના હજુ આગળ પણ ઘટાડો ચાલુ રહેશે. હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેલ ઉત્પાદક દેશોના સંગઠન 'ઓપેક'ને ઉત્પાદન વધારવા દબાણ વધાર્યું છે. સાથે જ અમેરિકા અને રશિયા પણ ખનિજ તેલનું ઉત્પાદન વધારી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ આગામી વર્ષથી દરરોજ 1 કરોડ 20 લાખ બેરલ ખનિજ તેલના ઉત્પાદનની યોજના બનાવી છે. આ તમામ કારણોને લીધે ખનિજ તેલના ભાવમાં ઘટાડો થવાના સંકેત છે. 

પીએમ મોદી માટે શા માટે છે સારા સમાચાર?
ખનિજ તેલના ઘટતા જતા ભાવ મોદી સરકાર માટે રાહતના સમાચાર બનીને આવ્યા છે. આ કારણે જ વર્ષ 2019માં પીએમ મોદીના ફરીથી વડા પ્રધાન બનવાના દાવા વધુ મજબૂત થઈ શકે છે. કેમ કે, ખનિજ તેલના ભાવ ઘટવાને કારણે ભારતના ક્રુડ ઓઈલની આયાતના બિલમાં જબરદસ્ત ઘટાડો જોવા મળશે. ભારત મોટાભાગનું ખનિજ તેલ વિદેશથી જ આયાત કરે છે. ખનિજ તેલના વધતા જતા ભાવને કારણે મોદી સરકારને આર્થિક મોરચા પર મોટો ફટકો લાગ્યો હતો અને સાથે જ દેશમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે નાગરિકોમાં મોટો અસંતોષ પેદા થયો હતો.

PM Narendra Modi Big Challenge

મોદી સરકારને કેવી રીતે થશે ફાયદો? 
આયાત બિલમાં ઘટાડો થતાં મોદી સરકારને બીજો ફાયદો એ થશે કે, તેની ચાલુ ખાતાની ખાધ (CAD)નું અંતર ઘટી જશે. આ અંતર આયાત અને નિકાસના ભાવમાં જોવા મળશે. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, જો ખનિજ તેલના વર્તમાન ભાવમાં આગળ પણ ઘટાડો ચાલુ રહે છે તો ચાલુ નાણાકિય વર્ષમાં અંદાજિત ક્રુડ ઓઈલના આયાત બિલમાં રૂ.8,8 લાખ કરોડનો ઘટાડો જોવા મળી શકે છે. 

PM Narendra Modi Big Challenge

RBI સાથેનો વિવાદ પણ થશે સમાપ્ત
ખનિજ તેલ સસ્તું થતાં સરકારને વધુ એક રાત પણ મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી કેન્દ્ર સરકાર અને RBI વચ્ચેનો વિવાદ ચર્ચામાં છે. ખનિજ તેલ સસ્તું થતાં આયાત બિલમાં ઘટાડો થશે, જેના કારણે સરકારની મૂડીમાં વધારો થશે. ખનિજ તેલ સંસ્તુ થતાં તેની સીધી અસર મોંઘવારી પર થશે અને મોંઘવારીમાં પણ ઘટાડો થશે. આરબીઆઈ પાસે વર્તમાન દરની સરખામણીએ વ્યાજ દરમાં ઘટાડો કરવાની સંભાવના પણ બનશે. 

સરકાર આપી શકે છે ભેટ 
ક્રૂડ ઓઈલમાં સરકારનો ખર્ચ ઘટી જવાથી મોદી સરકાર પાસે વિકલ્પ સ્વરૂપે કલ્યાણકારી યોજનાઓ પાછળ ખર્ચ કરવાની તક મળશે. સરકારને વધુ મહેસુલ એકઠું કરવાનો વિકલ્પ પણ રહેશે. પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવી નહીં પડે. 

મીડિયામાં આવેલા રિપોર્ટ્સ પ્રમાણે, સરકાર આગામી ચૂંટણી પહેલા અનેક મોટી જાહેરાતો કરી શકે છે. 1 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા વચગાળાના બજેટમાં પણ અનેક નવી યોજનાઓની જાહેરાત થાય એવી સંભાવના છે. ખનિજ તેલ સસ્તું હોવાને કારણે પણ સરકારને મહેસુલી ખર્ચમાં કોઈ મુશ્કેલી નહીં આવે. તેનો સૌથી મોટો ફાયદો વડા પ્રધાન મોદી માટે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news