Bihar Assembly Election: બિહારના ચૂંટણી મેદાનમાં ઉતરશે પીએમ મોદી, 22 તારીખે કરી શકે પ્રથમ રેલી


બિહાર વિધાનસભા ચૂંટણી (BIhar Assembly Election 2020) માટે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)એ 22 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) પાસે એનડીએના ઉમેદવારોના સમર્થનમાં ચાર રેલીઓને સંબોધિત કરવાની માગ કરી છે.

Bihar Assembly Election: બિહારના ચૂંટણી મેદાનમાં ઉતરશે પીએમ મોદી, 22 તારીખે કરી શકે પ્રથમ રેલી

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (BIhar Assembly Election 2020) માટે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)એ 22 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) પાસે એનડીએના ઉમેદવારોના સમર્થનમાં ચાર રેલીઓને સંબોધિત કરવાની માગ કરી છે. ભાજપ પાર્ટી સૂત્રો અનુસાર, એનડીએ ઉમેદવારો (NDA candidates) માટે પ્રધાનમંત્રી મોદીની પ્રસ્તાવિત રેલીઓને બક્સર, જહાનાબાદ, રોહતાસ અને ભાગલપુરમાં આયોજીત કરવાની છે. 

એકવાર પીએમઓ પાસેથી મંજૂરી મળ્યા બાદ પાર્ટી આ સ્થળો પર લોકોને ભેગા કરવાની વ્યવસ્થા કરશે. સાથે આ રેલીઓમાં હાજર રહેનારા નેતાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરશે. પીએમ મોદી ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક છે અને પાર્ટી તેમની લોકપ્રિયતા દ્વારા એનડીએ ગઠબંધન માટે મત હાસિલ કરવામાં લાગી છે. કોરોના મહામારી વચ્ચે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મહામારી વચ્ચે રેલીઓના આયોજન માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. 

ભાજપ જાણે છે- મતદાતાઓમાં છે પ્રધામંત્રી મોદીની લોકપ્રિયતા
ભાજપ આ વાત સારી રીતે જાણે છે કે મતદાતાઓમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા વધુ છે. આ કારણે ભાજપે રાજ્યમાં  NDA ગઠબંધન છોડી ચુકેલી લોજપા (LJP)ને પીએમ મોદીના ફોટો બેનર-પોસ્ટરમાં ઉપયોગ ન કરવાનું કહ્યું છે. પરંતુ લોજપા કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની સાથે ગઠબંધનમાં છે, પરંતુ રાજ્યમાં જેડીયૂ સાથે વિવાદના કારણે તેણે ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. 

પંજાબ સરકારનો ઐતિહાસિક નિર્ણય, સરકારી નોકરીઓમાં 33% મહિલા અનામતને આપી મંજૂરી  

પીએમ મોદીની લોકપ્રિયતાનો ઉપયોગ ન કરી શકે એલજેપીઃ યાદવ
એલજેપી સતત કહેતી રહી છે કે તેને પીએમ મોદી પર વિશ્વાસ છે. એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાન સતત તે કહેતા રહે છે કે તેમને પીએમ મોદી પર વિશ્વાસ છે, ત્યારબાદ ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવે કહ્યુ કે, એલજેપી બિહારમાં ગઠબંધનમાં નથી, તેથી તે પીએમ મોદીની લોકપ્રિયતાનો લાભ ન લઈ શકે. 

10 નવેમ્બરે મતગણતરી
મહત્વનું છે કે 243 વિધાનસભા સીટો વાળી બિહાર વિધાનસભા માટે ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કો 28 ઓક્ટોબર, બીજો તબક્કો 3 નવેમ્બર અને ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરે મતદાન થશે. જ્યારે પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news