કોંગ્રેસના સવાલના જવાબોમાં ભાજપનો પલટવાર, યાદ અપાવ્યા શીખ તોફાનો

દિલ્હી હિંસા પર રાજનીતિ કરતા પહેલા કોંગ્રેસે ભાજપ અને આમ આદમી પાર્ટી પર હુમલો કર્યો અને અમિત શાહને રાજીનામું આપવા કહ્યું હતું. ત્યારબાદ ભાજપે કોંગ્રેસ પર હુમલો કર્યો છે અને તમામ આરોપ લગાવ્યા છે.   

Updated By: Feb 26, 2020, 04:03 PM IST
કોંગ્રેસના સવાલના જવાબોમાં ભાજપનો પલટવાર, યાદ અપાવ્યા શીખ તોફાનો

નવી દિલ્હીઃ દિલ્હી હિંસા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. પહેલા કોંગ્રેસે દિલ્હી હિંસા માટે ગૃહ પ્રધાન અમિત શાહને દોષી ઠેરવ્યા અને હવે ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે કોંગ્રેસને શીખ તોફાનોની યાદ અપાવતા કહ્યું કે, બાલાકોટ હુમલા સમયે પણ પાર્ટીએ આ કહ્યું હતું. જે રાજનીતિની શરૂઆત કોંગ્રેસે કરી હતી, હવે તેમાં ભાજપના નેતાઓ પણ કુદી પડ્યા છે. કોંગ્રેસની ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે ભાજપના નેતા એક બાદ એક નિવેદન આપી રહ્યાં છે. 

હિંસાનું રાજનીતિકરણ કરી રહી છે કોંગ્રેસઃ જાવડેકર
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ અને ટીકાને પાત્ર છે. જે સમયે દરેક પાર્ટીએ સાથે મળીને દિલ્હીની શાંતિ માટે પગલા ભરવા જોઈએ, તે સમયે કોંગ્રેસ તરફથી સરકાર પર આવા આરોપ લગાવવા ગંદી રાજનીતિ છે. હિંસાનું રાજનીતિકરણ કરવું અયોગ્ય છે. બાલાકોટ એર સ્ટ્રાઇક દરમિયાન પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે અમિત શાહ ક્યાં હતા. તેમણે ગઈકાલે તમામ પાર્ટીઓ સાથે બેઠક કરી, જેમાં કોંગ્રેસના નેતા પણ હાજર હતી. ગૃહ પ્રધાને પોલીસને જરૂરી સૂચનાઓ આપી અને પોલીસની સંખ્યા પણ વધારી છે. કોંગ્રેસનું નિવેદન પોલીસનું મનોબળ તોડનારૂ છે. 

જાવડેકરે કહ્યું કે, બધાનું કામ છે કે હિંસા બંધ થાય અને શાંતિ સ્થાપિત થાય. ચર્ચા માટે સંસદનું સત્ર છે. ચર્ચા કરી શકીએ છીએ. જેના હાથ શીખોના નરસંહારથી રંગાયેલા હોય, તે હવે અહીં હિંસાને રોકવાની સફળતા અને અસફળતાની વાત કરી રહ્યાં છે. તે સમયે હિંસાનું સમર્થન કર્યું હતું. કોંગ્રેસના પીએમે તો ત્યાં સુધી કહ્યું હતું કે, જ્યારે વૃક્ષ પડે છે તો ધરતી હલે છે. આવી પાર્ટી સરકારને જવાબ પૂછવા આવે તો આશ્ચર્ય થાય છે. એક બીજા પર દોષારોપણ કરવાનું જે કામ કોંગ્રેસે કર્યું છે, અમે તેની નિંદા કરીએ છીએ. 

દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર, અમિત શાહે રાજીનામું આપવું જોઈએ: સોનિયા ગાંધી 

રવિશંકર પ્રસાદે પણ કર્યો પલટવાર
દિલ્હી હિંસા પર કોંગ્રેસના નિવેદનનો જવાબ આપતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, તણાવ પર કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ વિપક્ષમાં નથી. પરિવારની સામે તેને કંઇ દેખાતું નથી. રાહુલ ગાંધીને બીજી લાઇનમાં બેસાડ્યા તો કોંગ્રેસે બબાલ મચાવી, પરંતુ ભાજપના તત્કાલીન અધ્યક્ષને તો યૂપીએ સરકારે આઠમી લાઇનમાં બેસાડ્યા હતા. તેની સામે દેશહિત પણ નાનું હોય છે. કોંગ્રેસ આવી સસ્તી અને હલ્કી રાજનીતિ બંધ કરે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...