'દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દઈએ' હિંસા પર હાઇકોર્ટની કડક ટિપ્પણી

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, હજુ અમે 1984ના પીડિતોના વળતરના મામલાને જોઈ રહ્યાં છીએ, આમ બીજીવાર નહીં થવા દઈએ. નોકરશાહીના સ્થાને લોકોની મદદ થવી જોઈએ. 

Updated By: Feb 26, 2020, 04:14 PM IST
 'દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દઈએ' હિંસા પર હાઇકોર્ટની કડક ટિપ્પણી

નવી દિલ્હીઃ દિલ્હી હિંસા મામલામાં હાઈકોર્ટમાં ફરીથી સુનાવણી શરૂ થઈ ગઈ છે. હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, દિલ્હીમાં બીજું '1984' નહીં થવા દઈએ. 1984માં શીખ તોફાનો થયા હતા, જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી અને ભાજપના નેતાઓના વીડિઓ જોયા હતા. 

દિલ્હી હિંસા પર હાઈકોર્ટની કડક ટિપ્પણી પર કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું કે, ડીસીપી ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે, એક કોન્સ્ટેબલે જીવ ગુમાવ્યો છે. પોલીસ અધિકારીઓને માથામાં ઈજા થઈ છે અને તે વેન્ટિલેટર પર છે. 

અધિકારીઓએ વિસ્તારનો પ્રવાસ કરવો જોઈએ
તેના પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, જલદીમાં જલદી બંધારણીય પદાધિકારીઓએ તે વિસ્તારનો પ્રવાસ કરવો જોઈએ. તમારૂ આશ્વાસન હોવું જોઈએ કે તમે ગમે ત્યાં રહો સુરક્ષિત રહેશો. દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને હિંસાના પીડિતોને વળતર આપવાનું પણ કહ્યું છે. 

સ્થિતિ ખુબ નાજુક
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, હજુ અમે 1984ના પીડિતોના વળતરના મામલાને જોઈ રહ્યાં છીએ, આમ બીજીવાર નહીં થવા દઈએ. નોકરશાહીના સ્થાને લોકોની મદદ થવી જોઈએ. આ માહોલમાં આ ખુબ નાજુક કામ છે, પરંતુ હવે સંવાદને વિનમ્રતાની સાથે જાળવી રાખવો જોઈએ. 

આઈબી ઓફિસરનું મોત દુર્ભાગ્યપૂર્ણ
દિલ્હી હાઈકોર્ટે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં આઈબી અધિકારીના મોત પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સર્વોચ્ચ અધિકારીઓને વ્યક્તિગત રૂપથી પીડિતો અને તેના પરિવારને મળવાનું કહ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...