RSS છે દેશભક્તિની સૌથી મોટી પાઠશાળા, રાહુલને સમજતા વાર લાગશે, ભાજપનો પલટવાર
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) ને RSS ને સમજવામાં ખુબ સમય લાગશે. તેમણે કહ્યું, આરએસએસ દેશભક્તિની વિશ્વમાં સૌથી મોટી પાઠશાળા છે.
Trending Photos
નવી દિલ્હીઃ અમેરિકી યુનિવર્સિટીના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર રાહુલ ગાંધીના (Rahul Gandhi) આરોપો પર ભાજપે બુધવારે પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું કે, આરએસેસ એક પાઠશાળા છે અને રાહુલ ગાંધીને તેને સમજવામાં સમય લાગશે. રાહુલે મંગળવારે અમેરિકી યુનિવર્સિટીના કાર્યક્રમમાં દેશની સંસ્થાઓમાં આરએસએસના દખલનો આરોપ લગાવ્યો હતો.
'દેશભક્તિની સૌથી મોટી પાઠળાશા છે આરએસએસ'
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) ને RSS ને સમજવામાં ખુબ સમય લાગશે. તેમણે કહ્યું, આરએસએસ દેશભક્તિની વિશ્વમાં સૌથી મોટી પાઠશાળા છે. તેથી દુનિયામાં તેનો આદર છે અને ભારતમાં તેની ભૂમિકા છે. લોકોમાં સારૂ પરિવર્તન લાવવું, લોકોને દેશભક્તિ માટે પ્રેરિત કરવા, આ સંઘ કરે છે.
કટોકટી પર રાહુલના નિવેદનને ગણાવ્યું હાસ્યાસ્પદ
જાવડેકરે કટોકટીને લઈને રાહુલ ગાંધીના તે નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું જેમાં તેમણે કહ્યુ હતુ કે કટોકટી એક ભૂલ હતી, પરંતુ કોંગ્રેસે સંસ્થાગત માળખાને નુકસાન પહોંચાડ્યું નથી. કેન્દ્રીય મંત્રીને કટોકટી સંબંધી રાહુલની સ્વીકૃતિ વિશે સપાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, આજે તેના પર વધુ ટિપ્પણી કરવા ઈચ્છતો નથી, પરંતુ તેમણે કહ્યું કે, કોંગ્રેસે ક્યારેય દેશના સંસ્થાગત માળખા પર કબજો કરવાનો પ્રયાસ નથી કર્યો, જ્યારે કટોકટી દરમિયાન બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી હતી.
તેમણે આગળ કહ્યું, બધા સંગઠનોની આઝાદી સમાપ્ત કરી દેવામાં આવી હતી. તમામ પાર્ટીઓ પર પ્રતિબંધ લાગી ગયો હતો. કટોકટી દરમિયાન સાંસદો અને ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. લાખો લોકોને બંદી બનાવવામાં આવ્યા. સાથે અખબારોની આઝાદી સમાપ્ત કરી દેવામાં આવી. સંસ્થાગત માળખાને નુકસાન નથી પહોંચાડ્યું, તેમ કહેવું હાસ્યાસ્પદ છે.
કોંગ્રેસ-એનસીપીએ ગુજરાત તોફાનો માટે ભાજપ પાસે માફીની માંગ કરી
આ પહેલા આજે શિવસેનાની સાથે મળીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર ચલાવી રહેલા કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ પણ રાહુલ ગાંધીના કટોકટી વાળા નિવેદનને લઈને ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા નાના પટોલેએ રાહુલના નિવેદનનું સ્વાગત કરતા પૂછ્યુ કે, ભાજપ અને પીએમ મોદી 2001મા ગુજરાતના ગોધરામાં માહોલ ખરાબ કરવા માટે માફી ક્યારે માંગશે? એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યુ હતુ કે, રાહુલની જેમ ગુજરાત તોફાનો માટે ભાજપે માફી માગવી જોઈએ.
આ પણ વાંચોઃ Karnataka CD Scandal: 'સેક્સ સીડી'થી કર્ણાટકમાં રાજકીય બબાલ, મંત્રી રમેશ જારકિહોલીએ આપ્યું રાજીનામું
કોર્નેલ યુનિવર્સિટીના કાર્યક્રમમાં રાહુલે કટોકટીને ગણાવી હતી ભૂલ
અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કૌશિક બસુની સાથે થયેલી વાતચીત દરમિયાન કટોકટી પર પૂછાયેલા એક સવાલના જવાહમાં રાહુલે કહ્યુ હતુ કે, કટોકટીમાં જે પણ થયું હતું તે ખોટુ હતું, પરંતુ તેમાં અને આજની પરિસ્થિતિમાં ખુબ અંતર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે