મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચરમ પર: ફડણવીસે કહ્યું સરકાર તો અમારી જ બનશે !
ભાજપની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ મહારાષ્ટ્ર અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ ખુબ જ હળવા મુડમાં જોવા મળ્યા હતા
Trending Photos
મુંબઇ : મહારાષ્ટ્રમાં ભલે રાષ્ટ્રપતિ શાસન લાગી ચુક્યું હોય પરંતુ એનસીપી, શિવસેના અને કોંગ્રેસ સરકાર બનાવવા માટે ધમપછાડા કરે છે. તો બીજી તરફ ભાજપ પણ રેસમાં પાછળ હોય તેવું નથી માની રહી. શનિવારે દાદર ખાતેની ભાજપ ઓફીસમાં બેઠક યોજાઇ, જેમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને વરિષ્ઠ નેતા તથા પૂર્વ મંત્રી વિનોદ તાવડે પણ હાજર રહ્યા હતા. આ બેઠકની તસ્વીરો સામે આવી જેમાં ફડણવીસ અને ચંદ્રકાંત પાટિલ હસતા જોવા મળ્યા હતા. શનિવારે આ બેઠક વિધાનસભા ચૂંટણી હારનારા ઉમેદવારો સાથે યોજાઇ હતી.
ભાજપની બેઠક બાદ પાર્ટી અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, ભાજપે વિધાનસભા ચૂંટણીમાં સારી સીટો જીતી છે. તમામ લોકો ભવિષ્યમાં ચૂંટણી લડવા મુદ્દે સકારાત્મક છે. નેતા અને પાર્ટી કાર્યકર્તા સમસ્યા જાણવા માટે લોકોની વચ્ચે જઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, 164 સીટો પર ચૂંટણી લડો અને સારા માર્જીનથી જીતો. આગામી દિવસોમાં અમે વધારે શક્તિ સાથે ચૂંટણી લડીશું. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર ભાજપની જ બનશે. આ સાથે જ ભાજપે ત્રણ દિવસીય ચૂંટણી પુર્ણ થઇ.
બ્રેકિંગ : નિત્યાનંદની આશ્રમશાળાને પ્રાથમિક રીતે પોલીસની ક્લિનચીટ, જાણો સમગ્ર મામલો એક ક્લિક પર
ભાજપ નેતાઓ તરફથી શુક્રવારે કહેવાયું હતું કે તેમના વગર મહારાષ્ટ્રમાં કોઇ સરકાર બની શકે જ નહી. ભાજપનું આ નિવેદન તેવા સમયે આવ્યું જ્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર રચાવાની વાતચીત લગભગ અંતિમ તબક્કામાં છે. તેમને કોમન મિનિમમ પ્રોગ્રામ પણ તૈયાર થઇ ચુક્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે સૌથી વધારે ધારાસભ્યો છે. ભાજપ 119(105+14 અપક્ષ) ધારાસભ્યો સાથે સરકાર બનાવીશું. તેમણે કહ્યું કે, ભાજપે રાજ્યને સ્થિર સરકાર આપવા માટે પ્રતિબદ્ધ છે અને તેના વગર મહારાષ્ટ્રમાં કોઇ સરકાર બની જ શકે નહી.
બીજી તરફ શિવસેના એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનાવવા અંગે ડીલ અંતિમ તબક્કામાં છે. જો કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બનશે કે આદિત્ય ઠાકરે તેની જાહેરાત થવાની હજી બાકી છે. ત્રણેય દળો વચ્ચે કોમ મિનિમમ પ્રોગ્રામ અંગે પણ સંમતી સધાઇ ચુકી છે. શિવસેના ફોર્મ્યુલા હેઠળ 5 વર્ષ માટે મુખ્યમંત્રીપદ લેશે. જ્યારે એક-એક ડેપ્યુટી સીએમ કોંગ્રેસ અને એનસીપીનાં હશે. સાથેજ કોંગ્રેસ મંત્રીમંડળમાં 12 અને એનસીપીને 14 પદ મળશે. બીજી તરફ શિવસેના ભાગે મુખ્યમંત્રી પદ અને 14 મંત્રી હશે.
Meeting of Maharashtra BJP leaders underway in Mumbai. Former Maharashtra CM Devendra Fadnavis and party's state chief Chandrakant Patil also present pic.twitter.com/bP4FMeUnX8
— ANI (@ANI) November 16, 2019
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે