VIDEO: 'JNUનું નામ બદલીને MNU કરી દો, મોદીજીના નામ ઉપર પણ કઈંક હોવું જોઈએ'
નોર્થ વેસ્ટ દિલ્હીથી ભાજપના સાંસદ હંસરાજ હંસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનયુ)નું નામ બદલવાની માગણી કરી છે.
Trending Photos
નવી દિલ્હી: નોર્થ વેસ્ટ દિલ્હીથી ભાજપના સાંસદ હંસરાજ હંસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનયુ)નું નામ બદલવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે જેએનયુનું નામ બદલીને એમએનયુ કરી દેવું જોઈએ. તેમણે કહ્યું કે મોદીજીના નામ ઉપર પણ કઈંક હોવું જોઈએ. તેમણે અશક્યને શક્ય કરી બતાવ્યું. એટલે તો કહે છે કે મોદી છે તો શક્ય છે. ભાજપ સાંસદ હંસરાજ હંસે આ વાત જેએનયુમાં આયોજિત એક કાર્યક્રમમાં કરી.
હંસરાજ હંસે કહ્યું કે આપણા વડીલોએ ભૂલ કરી હતી અને આપણે ભોગવી રહ્યાં હતાં. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાને લઈને પણ પ્રતિક્રિયા આપી.
જુઓ VIDEO
તેમણે કહ્યું કે હવે ખુશી એ વાતની છે કે કાશ્મીર ખરેખર સ્વર્ગ થવાનુ છે. 370વાળો મામલો બધાને સારો લાગ્યો છે. હવે દુઆ કરો કે બધા પ્રેમ અને શાંતિથી રહે. બોમ્બ ન ફૂટે. મારી એ દુઆ છે કે બોમ્બ ન ફૂટવા જોઈએ. વ્યક્તિ અહીં મરે કે ત્યાં. એક માતાનો પુત્ર જ મરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે