એક્ઝીટ પોલ બાદ બોલી વસુંધરા રાજે- કાર્યકર્તા ચિંતા ના કરો, રાજ્યમાં BJPની બનશે સરકાર
મુખ્યમંત્રી વસુંધરા રાજે ભાજપના મુખ્યાલયમાં એક બેઠકમાં ભાગ લેતા સમયે મીડિયાને કહ્યું હતું કે, ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે અને પાર્ટીના કોઇપણ કાર્યકર્તાને આ વિષપ ચિંતા કરવી નહીં.
Trending Photos
જયપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના એક્ઝીટ પોલમાં ભલે કોંગ્રેસની સ્પષ્ટ જીત બતાવી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું કહેવું છે કે તેઓ રાજ્યની સત્તામાં રહેવા પર પુરેપુરો વિશ્વાસ છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે ભાજપના મુખ્યાલયમાં એક બેઠકમાં ભાગ લેતા સમયે મીડિયાને કહ્યું હતું કે, ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે અને પાર્ટીના કોઇપણ કાર્યકર્તાને આ વિષપ ચિંતા કરવી નહીં.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ સમાન રીતથી જીતને લઇ નિશ્ચિંત છે. તેઓ ભાજપના ચૂંટણી પ્રબંધન સમિતિના સંકલનકાર પણ છે. તેમણે કહ્યું કે, એક્ઝીટ પોલ આ પહેલા પણ ઘણી વાર નિષ્ફળ સાબિત થયો છે. આ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ રાજસ્થાન વિધાસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત હાંસલ કરશે.
આ સાથે જ અજમેરની ઉત્તર બાજુએથી ભાજપના ઉમેદરવાર અને શિક્ષણ તેમજ પંચાયત રાજ મંત્રી વાસુદેવ દેવનાની તેમની જીતને લઇ નિશ્ચિંત જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં રાજસ્થાન બીજીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવશે. આ રીતે અજમેર દક્ષિણ બાજુએથી ભાજપના ઉમેદવાર મહિલા બાળ વિકાસ મંત્રી અનિતા ભદેલે પણ વિકાસને મહત્વપૂર્ણ માની જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વસુંધરા રાજેના નેતૃત્વમાં એકવાર ફરી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે.
ત્યારે કોંગ્રેસની રાજ્ય એકમના અધ્યક્ષ સચિન પાયલટ પણ માને છે કે તેમની પાર્ટીની જીત થશે. ભાજપ છોડી તેમની પાર્ટી ભારત વાહિની બનાવી ચુકેલા છવારના ધારાસભ્ય, ધનશ્યામ તિવારીએ કહ્યું કે, અમને વિશ્વાસ છે કે ભાજપ ચૂંટણી હારી જશે.
તમને જણાવી દઇએ કે શુક્રવારે રાજ્યની 200 વિધાનસભા બેઠકમાંથી 199 પર મતદાન થયું ચે. બસપાના ઉમેદવાર લક્ષ્મણ સિંહના નિધનના કારણે અલવર જિલ્લાના રામગઢ ચૂંટણી વિસ્તારમાં મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું. મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ અને ભાજપની વચ્ચે રહ્યો છે. લગભગ 4.74 કરોડ લોકો 2274 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કર્યો છે. આ 2274 ઉમેદવારોમાં 189 મહિલા છે. ચૂંટણીના પરિણામો માટે 11 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે