J&Kમાં નાર્કો ટેરર મોડ્યુલનો પર્દાફાશ, ચાઈનીઝ પિસ્તોલ સાથે હેન્ડગ્રેનેડ મળ્યા

જમ્મુ અને કાશ્મીરના બડગામમાં મોટું નાર્કો ટેરર મોડ્યુલ પકડાયું છે. આ સાથે જ આતંકવાદીઓને મદદ કરી રહેલા તેમના 6 હેલ્પર્સની પણ ધરપકડ કરાઈ છે. આ લોકોની પાસેથી 1 ચાઈનીઝ બનાવટની પિસ્તોલ, 1 કિલોગ્રામ હેરોઈન, 1 લાખ 55 હજાર રૂપિયા કેશ અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યાં છે. આ લોકોને જમ્મુ કાશ્મીર પોલીસ, 50 રાષ્ટ્રીય રાયફલ અને સીઆરપીએફની ટીમોએ જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને પકડી પાડ્યા છે. આ નાર્કો ટેરર મોડ્યુલની ભાળ ગુપ્ત બાતમીના આધારે મળી હતી. 
J&Kમાં નાર્કો ટેરર મોડ્યુલનો પર્દાફાશ, ચાઈનીઝ પિસ્તોલ સાથે હેન્ડગ્રેનેડ મળ્યા

બડગામ: જમ્મુ અને કાશ્મીરના બડગામમાં મોટું નાર્કો ટેરર મોડ્યુલ પકડાયું છે. આ સાથે જ આતંકવાદીઓને મદદ કરી રહેલા તેમના 6 હેલ્પર્સની પણ ધરપકડ કરાઈ છે. આ લોકોની પાસેથી 1 ચાઈનીઝ બનાવટની પિસ્તોલ, 1 કિલોગ્રામ હેરોઈન, 1 લાખ 55 હજાર રૂપિયા કેશ અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યાં છે. આ લોકોને જમ્મુ કાશ્મીર પોલીસ, 50 રાષ્ટ્રીય રાયફલ અને સીઆરપીએફની ટીમોએ જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને પકડી પાડ્યા છે. આ નાર્કો ટેરર મોડ્યુલની ભાળ ગુપ્ત બાતમીના આધારે મળી હતી. 

અત્રે જણાવવાનું કે ધરપકડ કરાયેલા આ લોકોના તાર પાકિસ્તાની હેન્ડલર્સ સાથે જોડાયેલા છે. આતંકીવાદીઓના આ 6 હેલ્પર્સના નામ મુદસ્સિર ફૈય્યાઝ, શબીર ગની, સગીર અહેમદ, ઈશાક ભટ, અર્શિદ અને એક નામ જાણવા મળ્યું નથી.

જુઓ LIVE TV 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નાર્કો ટેરર મોડ્યુલ ચલાવવા પાછળ પાકિસ્તાનમાં રહેલા આતંકી સંગઠનોનો હાથ છે. ડ્રગ તસ્કરી, હથિયારો મોકલવા અને પૈસા ઉપલબ્ધ કરાવવાનું કામ જૈશ એ મોહમ્મદનું છે. બડગામમાં થયેલી ધરપકડ બાદ આતંકી સંગઠનો અને આ લોકો વચ્ચેનું કનેક્શન ખબર પડી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ચાદૂરા પોલીસ સ્ટેશનમાં આતંકીઓના 6 હેલ્પર્સ સામે UA(P)કાયદા અને NDPS કાયદા હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news