ચૂંટણી પંચના પ્રતિબંધનો CM યોગીએ નીકાળ્યો તોડ, હનુમાન સેતુ મંદિરમાં કરી પૂજા-અર્ચના

ચૂંટણી પંચની તરફથી સીએમ યોગીને ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને તેમના આ પ્રતિબંધમાં મંદિરમાં જવું સામેલ નથી. પ્રચાર ન કરી શકવાના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે, સીએમ યોગીએ આ તોડ નીકાળ્યો છે.

ચૂંટણી પંચના પ્રતિબંધનો CM યોગીએ નીકાળ્યો તોડ, હનુમાન સેતુ મંદિરમાં કરી પૂજા-અર્ચના

લખનઉ: ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર મંગળવારરે 72 કલાકના પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારબાદ બુધવાર (16 એપ્રિલ)ના સવારે સીએમ યોગી લખનઉના હનુમાન સેતુ મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી ભગવાનના આશીષ મેળવ્યા.

વધુમાં વાંચો: 

સવારે મંદિર પહોંચ્યા સીએમ યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે લગભગ 9 વાગે હનુમાન સેતુ મંદિર પહોંચ્યા. તે દરમિયાન મંદિરમાં સીએમ યોગી આદિત્યનાથે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ચૂંટણી પંચની તરફથી સીએમ યોગીને ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને તેમના આ પ્રતિબંધમાં મંદિરમાં જવું સામેલ નથી. પ્રચાર ન કરી શકવાના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે, સીએમ યોગીએ આ તોડ નીકાળ્યો છે.

ECએ ગઇ કાલે લગાવ્યો હતો પ્રતિબંધ
ચૂંટણી પંચે સોમવારે બસપા સુપ્રીમો માયાવતી પર 48 કલાક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર 72 કલાક સુધી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. બંને પર કાર્યવાહી આદર્શ આચાર સંહિતા (એમસીસી)નું ઉલ્લઘંન કરવા પર કરવામાં આવી છે.

વધુમાં વાંચો: 

ચૂંટણી રેલીમાં આપ્યું હતું વિવાદિત નિવેદન
તમને જણાવી દઇએ કે, માયાવતીએ સહારનપુરની રેલીમાં મુસલિમોને સપા-બસપા અને આરએલડી મહાગઠબંધનના પક્ષમાં વોટ કરવાની અપલી કરી હતી. ત્યારે, માયાવતીના આ નિવેદન બાદ સીએમ યોગીએ મેરઠમાં એક ચૂંટણી રેલી દરમિયાન ‘અલિ અને બજરંગબલી’વાળું નિવેદન આપ્યું હતું. તેમમે ગાઝિયાબાદની રેલીમાં ભારતીય સેનાને ‘મોદીની સેના’ કહ્યું હતું. તેના પર ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news