ચીનની ડબલ ગેમ, એક તરફ શાંતિની વાત અને બીજી તરફ એલએસી પર ખોલી રહ્યું નવો મોરચો


 ભારતના લાખ પ્રયત્ન છતાં ચીન પોતાની હરકતો છોડી રહ્યું નથી અને ડબલ ગેમ રમી રહ્યું છે. એક તરફ સરહદી વિસ્તારમાં શાંતિ તથા સ્થિરતાની વાત કરી રહ્યું છે અને બીજી તરફ લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર નવા મોરચા ખોલી રહ્યું છે. 

ચીનની ડબલ ગેમ, એક તરફ શાંતિની વાત અને બીજી તરફ એલએસી પર ખોલી રહ્યું નવો મોરચો

નવી દિલ્હીઃ ભારતના લાખ પ્રયત્ન છતાં ચીન પોતાની હરકતો છોડી રહ્યું નથી અને ડબલ ગેમ રમી રહ્યું છે. એક તરફ સરહદી વિસ્તારમાં શાંતિ તથા સ્થિરતાની વાત કરી રહ્યું છે અને બીજી તરફ લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર નવા મોરચા ખોલી રહ્યું છે. સૂત્રો પ્રમાણે ગલવાન ઘાટી અને પૈંગોગ સો બાદ હવે દૌલત બેગ ઓલ્ડીમાં ભારતીય સેનાના પેટ્રોલિંગમાં વિઘ્ન પાડી રહ્યું છે. 

સૂત્રો પ્રમાણે ચીને દૌલત બેગ ઓલ્ડી અને ડેસ્પાંગ સેક્ટરની પાસે પોતાના તંબુ બનાવ્યા છે. તો ચીની સેનાના બેઝમાં હલચક તેજ થઈ ગઈ છે. જૂનની સેટેલાઇટ તસવીરોમાં તેનો ખુલાસો થયો છે. તો ત્યાં ચીનના કોઈપણ દુઃસાહસનો જવાબ આપવા માટે ભારતીય સેનાએ પણ ત્યાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. એલએસી પર ચીનના આક્રમક વલણને જોતા ભારતે પોતાની તકેદારી વધારી દીધી છે. બુધવારે લેહથી એરફોર્સના વિમાનોએ સરહદ પરીક્ષણ કરવા માટે નિયમિત રૂપથી ઉડાનો ભરી હતી. લેગમાં સેનાની ગતિવિધિ હાલના દિવસોમાં વધી ગઈ છે. 

કરાકોરમ દર્રે પર નજર
સૂત્રોનું કહેવું છે કે ચીન કરાકોરમ દર્રેની પાસેના વિસ્તારમાં પણ ઘુષણખોરી કરવા ઈચ્છે છે. આ દર્દા વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખુબ મહત્વની છે. ઓપન સોર્સથી મળેલી 22 જૂનની સેટેલાઇટ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે ચીનની સેના ગલવાન ઘાટીથી પાછળ હટી નથી. 15 જૂને જ્યાં બંન્ને સેનાઓ વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. 

ચીન એક તરફ એલએસી પર નવો મોરચો ખોલી રહ્યું છે અને બીજી તરફ ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન અને ભારત પોતાના નેતાઓ વચ્ચે બનેલી મહત્વપૂર્ણ સહમતિ અને તબક્કાવાર સમજુતીનું કડક પાલન કરી સૈન્ય ક્ષેત્રમાં વિશ્વાસ પુનઃસ્થાપવાના ઉપાયોને વધુ મજબૂત કરવા અને સરહદી વિસ્તારમાં શાંતિ તથા સ્થિરતાને સંયુક્ત રૂપથી જાળવી રાખવા રાજી થયા છે. 

Coronavirus Update: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, હવે મુંબઈથી પણ વધુ ફેલાયું સંક્રમણ  

શાંતિનો દાવો
બંન્ને દેશના વરિષ્ઠ રાજદ્વારીઓએ 15 જૂને બંન્ને દેશોની સેનાઓ વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તણાવ ઘટાડવાની રીતે શોધવા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પષ્ટ અને ઊંડી ચર્ચા કરી હતી. ચીની વિદેશ મંત્રાલયમાં સરહદ અને સમુદ્ર મામલાના વિભાગના ડાયરેક્ટર જનરલ હોંગ લિયાન્ગ અને ભારતીય વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પૂર્વી એશિયા), નવીન શ્રીવાસ્તવ વચ્ચે આ વાર્તા થઈ હતી. 

ગલવાનમાં ભારતીય સેનાએ ચીનીઓને દૂર કર્યા
ચીની વિદેશ મંત્રાલય દ્વારા અહીં જારી એક નિવેદન પ્રમાણે બંન્ને પક્ષોએ ચીન-ભારત સરહદ પર હાલની સ્થિતિ પર સ્પષ્ટ રૂપથી અને ઊંડાણથી વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેણે બંન્ને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે 17 જૂને ફોન પર વાતચીત દરમિયાન બનેલી મહત્વપૂર્ણ સહમતી તત્લાક લાગૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

સૈન્ય સ્તર પર સહમતિનો અમલ
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બંન્ને પક્ષ છ જૂન અને 22 જૂને સૈન્ય સ્તરની બે તબક્કાની વાર્તાના પરિણામનો અમલ કરવા માટે બંન્ને દેશોની સેનાઓ સાથે બંન્ને પક્ષ સક્રિયતાથી સહયોગ કરશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news