Karnataka Assembly Election: BJPને હરાવવા માટે કોંગ્રેસ બનાવી રહી છે ખાસ રણનીતિ, મલ્લિકાર્જુન ખડગેએ કર્યો ખુલાસો 

Congress Plan for Election: કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge)આગામી ચૂંટણીઓ માટે પાર્ટીનો માસ્ટર પ્લાન જાહેર કર્યો, જેના દ્વારા કોંગ્રેસ ભાજપને સત્તા પરથી હટાવવા અને પોતાની સરકાર બનાવવા માંગે છે.

Karnataka Assembly Election: BJPને હરાવવા માટે કોંગ્રેસ બનાવી રહી છે ખાસ રણનીતિ, મલ્લિકાર્જુન ખડગેએ કર્યો ખુલાસો 

Karnataka Assembly Election:  કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાની સત્તા બચાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ (Congess)ફરીથી સત્તા મેળવવાની યોજના બનાવી રહી છે. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) પાર્ટીની યોજનાનો ખુલાસો કર્યો હતો, જેના દ્વારા કોંગ્રેસ કર્ણાટક ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવીને પોતાની સરકાર બનાવવા માંગે છે. આ સાથે મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાજ્યની જનતાને વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો તમામ વર્ગો અને રાજ્યના વિકાસ માટે કામ કરવામાં આવશે.

ભાજપને હરાવવા કોંગ્રેસનો પ્લાન?
મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) કર્ણાટકના કોરાટાગેરેમાં એક બેઠક દરમિયાન કહ્યું, "કોંગ્રેસ પાર્ટી (Congress Party)ભારતીય જનતા પાર્ટી (BJP)નો સામનો કરવા માટે દેશના વિવિધ રાજકીય પક્ષોને એક કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે". અમે ભાજપ સામે લડવા માટે વિવિધ પક્ષોને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે લોકોને કર્ણાટકમાં ભાજપ સરકારને સત્તા પરથી હટાવવા અને રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનાવવા વિનંતી કરી.

ખડગેએ પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું 
કર્ણાટકના કોરાટાગેરેમાં તુમકુરુ જિલ્લા સ્તરીય કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરતા મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge)પીએમ નરેન્દ્ર મોદી  (Narendra Modi)પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, 'મોદી 51 ટકા વોટ શેર સાથે વડાપ્રધાન નથી બન્યા, કારણ કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 37 ટકા વોટ મળ્યા હતા.' બેરોજગારી, મોંઘવારી અને અન્ય મુદ્દા ઉઠાવતા ખડગેએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ જણાવવું જોઈએ કે તેમણે આપણા રાજ્ય માટે શું કર્યું છે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પીએમ મોદી જ્યાં પણ જાય છે ત્યાં કોંગ્રેસ અને પાર્ટીના નેતાઓની ટીકા કરે છે. સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, 'તમે (પીએમ)  (Narendra Modi) દેશ માટે શું કર્યું? કોંગ્રેસની ટીકા છોડો અને તમારી પાર્ટીની સરકારના ભ્રષ્ટાચાર વિશે પણ કહો. અમે અંગ્રેજોથી પણ ડર્યા ન હતા અને કોંગ્રેસે આ દેશને આઝાદી અપાવી હતી. શું અમે તમારા (ભાજપ)થી ડરીશું? અમે લોકશાહી અને બંધારણને બચાવવા માટે શક્ય તેટલું બધું કરતા રહીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news