ચેનલની ડિબેટમાં ભાગ લીધા બાદ એવું તે શું થયું કે કોંગ્રેસના પ્રવક્તાનું થયું નિધન, જાણો અહીં

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયું છે. રાજીવ ત્યાગીના નિધનની જાણકારી આપતાં કોંગ્રેસ પાર્ટીએ એક ટ્વિટ કર્યું અને કહ્યું, 'રાજીવ ત્યાગીના આકસ્મિત નિધનથી અમને ઉંડો આધાત લાગ્યો છે.

Updated By: Aug 12, 2020, 10:54 PM IST
ચેનલની ડિબેટમાં ભાગ લીધા બાદ એવું તે શું થયું કે કોંગ્રેસના પ્રવક્તાનું થયું નિધન, જાણો અહીં

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયું છે. રાજીવ ત્યાગીના નિધનની જાણકારી આપતાં કોંગ્રેસ પાર્ટીએ એક ટ્વિટ કર્યું અને કહ્યું, 'રાજીવ ત્યાગીના આકસ્મિત નિધનથી અમને ઉંડો આધાત લાગ્યો છે. એક પાકા કોંગ્રેસી અને દેશભક્ત. દુખની આ ઘડીમાં અમારા વિચાર અને પ્રાર્થનાઓ તેમના પરિવાર સાથે છે.  

તમને જણાવી દઇએ કે રાજીવ ત્યાગી સાંજ સુધી બિલકુલ સાજા હતા. તેમણે સાંજે 3: 41 મિનિટ પર ટ્વિટ કર્યું હતું. આજે સાંજે 5 વાગે એક ચેનલના ડિબેટમાં ભાગ લઇશ. આ ડિબેટમાં ત્યાગી સામેલ પણ થયા ત્યારબાદ તેમને હાર્ટ એટેક આવ્યો. તેમણે ગાજિયાબાદની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરી દીધા.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાજીવ ત્યાગીને પાર્ટીના સમર્પિત યોધ્ધા ગણાવતાં લખ્યું 'ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીજીની અસાયિક મૃત્યું મારા માટે એક વ્યક્તિગત દુખ છે. અમારા બધા માટે અયૂર્ણીય ક્ષતિ છે. રાજીવજી વિચારધારા સમર્પિત યોધ્ધા હતા. સમસ્ય યૂપી કોંગ્રેસ દ્વારા પરિજનોને હદયથી સંવેદના. ઇશ્વર તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. 

રાહુલ ગાંધીએ પણ રાજીવ ત્યાગીના નિધન પર દુખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વિટ કર્યું, 'પાર્ટીએ આજે પોતાનો એક બબ્બર શેર ગુમાવી દીધો. રાજીવ ત્યાગી કોંગ્રેસ પ્રેમ તથા સંઘર્ષની પ્રેરણા રૂપમાં હંમેશા યાદ રહેશે. તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ તથા પરિવારને સંવેદનાઓ.'

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ રાજીવ ત્યાગીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, 'કોંગ્રેસના પ્રવક્તા મારા મિત્ર રાજીવ ત્યાગી આપણી સાથે નથી. આજે 5 વાગે અમે બંને ડિબેટએ સાથે ડિબેટ પણ કરી હતી. જીવન ખૂબ જ અનિશ્વિત છે. હજુ પણ શબ્દો નથી મળતા.'

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube