મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર લાગી બ્રેક! જાણો શું છે કારણ


મુંબઈ-અમદાવાદ વચ્ચે બની રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સમય પર પૂરા થવામાં વિલંબ થઈ શકે છે. હકીકતમાં કોરોના મહામારીને કારણે આ વર્ષે જમીન સંપાદનના કામમાં મોડું થઈ રહ્યું છે. 

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર લાગી બ્રેક! જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે બની રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સમય પર પૂરો થવામાં વિલંબ થઈ શકે છે. હકીકતમાં કોરોના મહામારીને કારણે આ વર્ષે જમીન સંપાદનમાં કામમાં વિઘ્ન આવ્યું છે. જેની સીધી અસર પ્રોજેક્ટ પર પડી રહી છે. 

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન કરી રહ્યું છે નિર્માણ
મહત્વનું છે કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનાનું નિર્માણ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન કરી રહ્યું છે. તેણે આ પરિયોજનામાં જાપાનને સામેલ કર્યું છે. કોર્પોરેશન તરફથી આ યોજના માટે 63 ટકા જમીનનું સંપાદન કરી લેવામાં આવ્યું છે. તેમાંથી ગુજરાતમાં લગભગ 77 ટકા, દાદરા નગર હવેલીમાં 80 ટકા અને મહારાષ્ટ્રમાં 22 ટકા જમીન સામેલ છે. 

આ શરતે 21 સપ્ટેમ્બરથી સ્કૂલ  જઇ શકશે દિલ્હીના વિદ્યાર્થીઓ

અત્યાર સુધી ખોલવામાં આવ્યા નથી 9 ટેન્ડર
અધિકારીઓએ કહ્યું કે, મહારાષ્ટ્રના પાલઘર અને ગુજરાતના નવસારી જેવા વિસ્તારમાં અત્યાર સુધી જમીન સંપાદન સાથે જોડાયેલા કેટલાક મુદ્દા છે. કોર્પોરેશને પાછલા વર્ષે લોક નિર્માણના 9 ટેન્ડર મગાવ્યા હતા. પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે તે ખુલ્યા નથી. આ યોજનાનું કામ ડિસેમ્બર 2023 સુધી પૂરુ થવું પ્રસ્તાવિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news