Corona સંક્રમણ બેકાબૂ, 52 દિવસમાં એક્ટિવ કેસ 5 ગણા વધ્યા, 12 રાજ્યોમાં દર્દી વધવાનો ટ્રેન્ડ

Corona virus in india: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના  89,129 નવા કેસ સામે આવ્યા, 714 લોકોના મૃત્યુ થયા અને 44,202 દર્દીઓ સાજા થયા છે. આ પહેલા પાછલા વર્ષે 20 સપ્ટેમ્બરે 92,605 સંક્રમિત અને 21 ઓક્ટોબરે તેનાથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. 
 

Corona સંક્રમણ બેકાબૂ, 52 દિવસમાં એક્ટિવ કેસ 5 ગણા વધ્યા, 12 રાજ્યોમાં દર્દી વધવાનો ટ્રેન્ડ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી (Corona virus) ની બીજી લહેર બેકાબૂ બની છે. સંક્રમણના કેસ દરરોજ મોટી સંખ્યામાં વધી રહ્યાં છે. શનિવારે તો વર્ષના નહીં, પરંતુ છ મહિના બાદ એક દિવસમાં આશરે 90 હજાર કેસ સામે આવ્યા અને 700 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 52 દિવસમાં સક્રિય કેસની સંખ્યા પાંચ ગણી વધી છે. પ્રથમ મહારાષ્ટ્ર અને કેરલમાં કેસ સામે આવી રહ્યાં હતા, ધીરે-ધીરે વધતા આવા રાજ્યોની સંખ્યા આઠ સુધી પહોંચી ગઈ છે અને હવે તેની સંખ્યા 12 થઈ ગઈ છે, જેમાં ઉત્તર પ્રદેશ પણ સામેલ થઈ ગયું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના  89,129 નવા કેસ સામે આવ્યા, 714 લોકોના મૃત્યુ થયા અને 44,202 દર્દીઓ સાજા થયા છે. આ પહેલા પાછલા વર્ષે 20 સપ્ટેમ્બરે 92,605 સંક્રમિત અને 21 ઓક્ટોબરે તેનાથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. કુલ સંક્રમિતોનો આંકડો વધઈને એક કરોડ 24 લાખ 92 હજારથી વધુ થઈ ગયો છે. તેમાંથી એક કરોડ 15 લાખ 69 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે અને 1,64,110 એ જીવ ગુમાવ્યો છે. દર્દીઓનો રિકવરી રેટ ઘટીને 93.36 ટકા પર આવી ગયો છે અને મૃત્યુદર 1.32 ટકા છે. 

સતત 24માં દિવસે વધ્યા સક્રિય કેસ
મંત્રાલય પ્રમાણે સક્રિય કેસમાં સતત 24 દિવસની વૃદ્ધિ થઈ રહી છે. હાલના સમયમાં સક્રિય કેસની સંખ્યા 6,58,909 થઈ ગઈ છે, જે કુલ સંક્રમિતોના 5.32 ટકા છે. આ વર્ષે 12 ફેબ્રુઆરીએ સક્રિય કેસ ઘટીને 1,35,926 પર આવી ગયા હતા, જે કુલ સંક્રમિતોના 1.25 ટકા હતા. 

દેશભરમાં અત્યાર સુધી 24.69 કરોડ નમૂનાની તપાસ
ભારતીય તબીબી સંશોધન પરિષદ (IMCR) પ્રમાણે કોરોનાની જાણકારી મેળવવા માટે અત્યાર સુધી દેશભરમાં 24.69 કરોડ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તેમાં શુક્રવારે તપાસ થયેલા 10.46 લાખ નમૂના પણ સામેલ છે. 

આઠ રાજ્યોમાં સંક્રમણના 82 ટકા કેસ, મહારાષ્ટ્ર, પંજાબ બાદ યૂપીમાં ઉછાળ
કર્ણાટકથી 4991 અને છત્તીસગઢથી 4147 નવા કેસ સામે આવ્યા છે. પંજાબમાં 57, છત્તીસગઢમાં 43, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં 16-16, કેરલ અને દિલ્હીમાં 14-14 દર્દીઓના મૃત્યુ થયા છે. ઉત્તર પ્રદેશમાં ત્રણ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને રાજ્યમાં એક મહિનામાં 12 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આઠ રાજ્યો સિવાય ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને કેરલમાં પણ નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news