Corona Update: સારા સમાચાર! ફટાફટ સાજા થઈ રહ્યા છે કોરોના દર્દીઓ, રિકવરી રેટ વધ્યો
Trending Photos
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 46,964 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 81,84,083 થઈ ગઈ છે. જેમાંથી 5,70,458 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 74,91,513 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 470 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,22,111 પર પહોંચ્યો છે.
With 46,964 new #COVID19 infections, India's total cases surge to 81,84,083. With 470 new deaths, toll mounts to 1,22,111
Total active and cured cases are 5,70,458 and 74,91,513 respectively: Union Health Ministry pic.twitter.com/yClVACehX1
— ANI (@ANI) November 1, 2020
રિકવરી રેટ વધ્યો
દેશમાં કોરોના વાયરસથી સાજા થનારા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 74,91,513 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. જ્યારે દેશમાં હવે 5,70,458 જ એક્ટિવ કેસ છે. રિકવરી રેટ સતત વધી રહ્યો છે. શનિવારે દેશમાં કોરોનાથી રિકવરી રેટ 91.34 ટકા હતો.
Total number of samples tested up to 31st October is 10,98,87,303 including 10,91,239 samples tested yesterday: Indian Council of Medical Research pic.twitter.com/ATmkKoMnsL
— ANI (@ANI) November 1, 2020
કુલ 10,98,87,303 સેમ્પલ ટેસ્ટ કરાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 10,98,87,303 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 10,91,239 સેમ્પલ ગઈ કાલે ટેસ્ટ કરાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે