COVID-19 in UP: કોરોનાના ભરડામાં યોગી સરકાર, નવમાં મંત્રી થયા સંક્રમિત


ઉત્તર પ્રદેશમાં કોરોનાની ઝપેટમાં યોગી આદિત્યનાથની સરકાર પણ આવી ગઈ છે. અત્યાર સુધી 9 મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. 

 COVID-19 in UP: કોરોનાના ભરડામાં યોગી સરકાર, નવમાં મંત્રી થયા સંક્રમિત

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનના સંક્રમણની અસર વ્યાપક થઈ રહી છે. તેની ઝપેટમાં સામાન્યથી લઈને ખાસ લોકો પણ આવી રહ્યાં છે. યોગી આદિત્યનાથ સરકારના નવમાં મંત્રીના રૂમાં સિદ્ધાર્થ નાથ સિંહ પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. 

કોરોના વાયરસથી સંક્રમિત કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણ તે રીતે ફેલાયું છે કે નેતા-રાજનેતા પણ તેમાંથી બાકાત નથી. દરરોજ કોઈને કોઈ નેતા-રાજનેતા તેની ઝપેટમાં આવી રહ્યાં છે. ગુરૂવારે યૂપી સરકારના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. સિદ્ધાર્થ નાથ સિંહે લખ્યુ કે, કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાયા બાદ મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબીયત સારી છે અને ડોક્ટરોની સલાહ પર હું આઈસોલેટ થઈ ગયો છું. મારી વિનંતી છે કે પાછલા દિવસોમાં મારા સંપર્કમાં જે લોકો આવ્યા હોય તે પોતાનો ટેસ્ટ કરાવી લે. 

— Sidharth Nath Singh (@SidharthNSingh) August 27, 2020

પ્રદેશ સરકારમાં સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અતુલ ગર્ગ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કૌશાંબીમાં દાખલ કરાવવામાં આવ્યા છે. અતુલ ગર્ગે પોતાના સ્વાસ્થ્ય લાભના અનુભવને શેર કરતા હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, તમારા બધાના પ્રયાસથી મારૂ સ્વાસ્થ્ય સારૂ થઈ રહ્યું છે. 

SCએ નકારી મોહરમ જુલુસની અરજી, કહ્યું- મંજૂરી આપી તો અરાજકતા ફેલાશે

પ્રયાગરાજમાં હડકંપ
કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ બુધવારે પ્રયાગરાજમાં હતા અને તેએ અનેક લોકાર્પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. જ્યાં પાર્ટીના પદાધિકારી, જનપ્રતિનિધિ અને સરકારી અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news