કોરોના વાયરસ હવામાં ફેલાઇ શકે છે કે નહી? હવે CSIR કરશે આ દવાની તપાસ

આંતરરાષ્ટ્રીય શોધકર્તા અને WHOના નિર્દેશ બાદ દુનિયાભરમાં સૌથી મોટી ચર્ચા છે શું કોરોના વાયરસ એરબોર્ન છે અને શું કોરોના સંક્રમણ હવામાં પણ ફેલાઇ શકે છે. હવે સીએસઆઇઆર (CSIR) કોરોના વાયરસના હવામાં ફેલાવવા દવાની તપાસની તપાસ કરશે.

કોરોના વાયરસ હવામાં ફેલાઇ શકે છે કે નહી? હવે CSIR કરશે આ દવાની તપાસ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય શોધકર્તા અને WHOના નિર્દેશ બાદ દુનિયાભરમાં સૌથી મોટી ચર્ચા છે શું કોરોના વાયરસ એરબોર્ન છે અને શું કોરોના સંક્રમણ હવામાં પણ ફેલાઇ શકે છે. હવે સીએસઆઇઆર (CSIR) કોરોના વાયરસના હવામાં ફેલાવવા દવાની તપાસની તપાસ કરશે. તેના માટે હૈદ્વાબાદ અને ચંદીગઢના સંસ્થાઓના સેમ્પલ લેવામાં આવશે. તેની રિપોર્ટ 15 દિવસમાં આવશે. સીએસઆઇઆરથી ખબર પડશે કે કોરોના સંક્રમણ હવામાં કેટલી વાર રહે છે. 

હજારો વૈજ્ઞાનિકોનો દાવો છે હવામાં કોરોના વાયરસના નાના કણ હાજર રહે છે, જે લોકોને સંક્રમિત કરી શકે છે. તો બીજી તરફ સીએસઆઇઆર કોરોના વાયરસ એરબોર્ન છે અથવા નહી આ દાવાની સચ્ચાઇ જાણવા માટે તપાસમાં લાગી ગયા છે. 

15 દિવસમાં આવશે રિપોર્ટ
ભારત સરકાર હોસ્પિટલની હવાની તપાસ કરશે અને આ રિપોર્ટ 15 દિવસ આવશે. CSIR ની માફક હૈદ્વાબાદ્ના સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલ્યૂકલર બાયોલોજી અને ચંદીગઢના ઇંસ્ટીટ્યૂટ ઓફ માઇક્રોબાયોટેક્નોલોજી આ 2 લેબમાં હવાના સેમ્પલ લેવામાં આવશે. જ્યાં કોરોના વાયરસન લોડ વધુ હોઇ શકે છે ત્યાંથી સેમ્પલ લેવામાં આવશે. પછે તે હવાની તપાસ કરવામાં આવશે અને તેના અધારે એ નક્કી કરવામાં આવશે હવામાં કેટલી દૂર સુધી કેટલા સમય સુધી કોરોના સંક્રમણ રહી શકે છે. ટેક્નિકલ રૂપથી વ્યક્તિ 5 મિનિટ સુધી વાત કરે છે તો 3000થી વધુ એવા માઇક્રો કણ નિકળે છે જે કોવિડ 19ના કિટાણું હોઇ શકે છે, પરંતુ આ વધુ દૂર સુધી જઇ ન શકે. 

હવામાં મોડા સુધી રહેતો નથી કોરોના વાયરસ
સીએસઆઇઆરનું માનવું છે કે કોરોના વાયરસ સંક્રમણના હવામાં ફેલાવવા સંબંધી 239 વૈજ્ઞાનિકો દાવાથી ગભરાવવાની જરૂર નથી. કોરોના વાયરસ હવામાં અસ્થાયી રીતે ઉપલબ્ધ રહે છે જેનો અર્થ બિલકુલ એ નથી કે વાયરસ દરેક જગ્યાએ પહોંચી રહ્યો છે અને દરેકને કોઇ સંક્રમિત કરી દેશે. સીએસઆઇઆરના ડીજી શેખર માંડેના અનુસાર કોરોના સંક્રમણ ખુલી હવામાં વધુ દૂર સુધી ફેલાઇ શકતો નથી. જોકે પોતાના ઘરના દરવાજા અને ગાડીના કાર ખોલીને રાખશો, તો સ્વચ્છ હવા આવશે કોરોના સંક્રમણ નહી થાય અને ખુલી હવાના કારણે સંક્રમણ દૂર સુધી ટ્રાવેલ પણ કરી શકતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news