હવે સેના બનશે વધુ શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદીને મળી મંજૂરી

રક્ષામંત્રાલયે કહ્યું, 'રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાની વાળી ડીએસીએ 2290 કરોડ રૂપિયાના હથિયાર તથા સૈન્ય ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી છે.'   

Updated By: Sep 28, 2020, 10:55 PM IST
હવે સેના બનશે વધુ શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદીને મળી મંજૂરી

નવી દિલ્હીઃ રક્ષા મંત્રાલયે સોમવારે 2290 કરોડ રૂપિયાના હથિયાર તથા સૈન્ય ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી, જેમાં અમેરિકાથી આશરે 72,000 સિગ સોયર અસોલ્ડ રાઇફલોની ખરીદી સામેલ છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. રક્ષા ખરીદ સંબંધી નિર્ણય લેનારી રક્ષા મંત્રાલયની સર્વોચ્ચ સમિતિ રક્ષા અધિગ્રહણ પરિષદ (ડીએસી)ની બેઠકમાં આ ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. 

અધિકારીઓએ જણાવ્યું કે, ડીએસીએ જે સાધનો અને હથિયારોની ખરીદીને મંજૂરી આપી છે તેમાં રાઇફલો સિવાય વાયુસેના તથા નૌસેના માટે આશરે 970 કરોડ રૂપિયાની એન્ટી-એરફીલ્ડ વેપન (એસએએડબ્લ્યૂ) સિસ્ટમ સામેલ છે. 

રક્ષામંત્રાલયે કહ્યું, 'રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાની વાળી ડીએસીએ 2290 કરોડ રૂપિયાના હથિયાર તથા સૈન્ય ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી છે.' અધિકારીઓએ જણાવ્યું કે, સેનાના અગ્રિમ મોર્ચા પર તૈનાત સૈનિકો માટે સિગ સોઅર રાઇફલોની ખરીદી 780 કરોડ રૂપિયામાં કરવામાં આવશે. 

ભગત સિંહ પર જાવેદ અખ્તરના ટ્વીટથી સોશિયલ મીડિયા પર નવો વિવાદ, કંગના પણ કૂદી  

તેમણે જણાવ્યું કે, ડીએસીએ 'સ્ટેટિક એચએફ ટ્રાન્સ-રિસીવર સેટ'ની ભારત નિર્મિત ખરીદ શ્રેણી'મા 540 કરોડ રૂપિયાની ખરીદીને મંજૂરી આપી. એચએફ રેડિયો સેટ થલ સેના તથા વાયુ સેનાના જમીનના એકમો વચ્ચે અવિરત વાતચીતમાં મદદરૂપ થશે. 

સૈન્ય સજ્જ સામાનની ખરીદી એવા સમયે થઈ રહી છે જ્યારે પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે તણાવની સ્થિતિ બનેલી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube