દિલ્હી ચૂંટણી પરિણામ LIVE: પ્રચંડ જીત બાદ કેજરીવાલ બોલ્યાં- 'દિલ્હીવાસીઓ I LOVE YOU'

દિલ્હીમાં 22 વર્ષથી સત્તાનો દુષ્કાળ સહન કરી રહેલા ભાજપને આશા છે કે તે આ વખતે સત્તામાં વાપસી કરશે. પાર્ટીએ આ વખતે ચૂંટણીમાં તમામ તાકાત ઝોંકી હતી. જ્યારે કોંગ્રેસે દિલ્હીની જનતાને લોભાવવા માટે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનેક વચનો આપ્યાં હતાં. પરંતુ એક્ઝિટ પોલમાં કોંગ્રેસનું એકવાર પણ ખાતું ન ખુલે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. 

દિલ્હી ચૂંટણી પરિણામ LIVE: પ્રચંડ જીત બાદ કેજરીવાલ બોલ્યાં- 'દિલ્હીવાસીઓ I LOVE YOU'

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જાદુ ચાલી ગયો છે. અરવિંદ કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનશે. દિલ્હીની જનતાએ શાહીન બાગ અને નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દાને નકારીને સ્થાનિક મુદ્દાઓના આધારે મત આપ્યાં છે. ગત વખતની ચૂંટણીની જેમ આ વખતે પણ કોંગ્રેસ ચૂંટણીમાં ખાતુ ખોલાવી શકી નથી. જ્યારે ભાજપે ગત કરતા કઈંક સારો દેખાવ કર્યો છે. આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખુબ ચતુરાઈથી વિવાદાસ્પદ મુદ્દાઓને બાજુ પર હડસેલીને સ્થાનિક મુદ્દાઓ પર મત માંગ્યાં. કેજરીવાલે ચૂંટણીમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી જેવા મુદ્દાઓ ઉઠાવ્યાં અને જનતા વચ્ચે જઈને મત માંગ્યાં. ભાજપે શાહીન બાગ અને નાગરિકતા કાયદા જેવા મુદ્દાઓ ઉઠાવ્યાં પરંતુ દિલ્હીવાળાઓએ તેને નકાર્યાં. આ ઉપરાંત કેજરીવાલ સામે વિપક્ષ કોઈ મજબુત ઉમેદવાર પણ ઊભો કરી શક્યા નહીં જે પરિણામમાં ભોગવવાનો વારો આવ્યો. ગત 5 વર્ષમાં કેજરીવાલે કરેલા કામોના કારણે જનતામાં સારો સંદેશ ગયો અને જનતાએ મન ખોલીને મત આપ્યાં. 

(સ્ત્રોત- ચૂંટણી પંચ વેબસાઈટ)

Party Seats
  લીડ જીત કુલ
       
આમ આદમી પાર્ટી (AAP) 56 07 63
       
ભારતીય જનતા પાર્ટી (BJP) 06 01 07
       
કોંગ્રેસ 00 00 00
       
અન્ય 00 00 00
       
કુલ 62 08 70
       

LIVE UPDATES....

- કેજરીવાલે કહ્યું કે આજે મંગળવાર છે અને હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીએ દિલ્હી પર કૃપા વરસાવી છે. હું આ માટે હનુમાનજીનો પણ આભાર માનું છું. 
- કેજરીવાલે કહ્યું કે હું દિલ્હીવાસીઓનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તમે ત્રીજીવાર તમારા પુત્ર પર  ભરોસો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે દિલ્હીના લોકોએ નવા પ્રકારના રાજકારણને જન્મ આપ્યો છે. દિલ્હીના લોકોએ કહી દીધુ કે મત તેને જ આપો તે ઘરે ઘરે પાણી આપે, રસ્તા બનાવડાવે, મહોલ્લા ક્લિનિક બનાવડાવે. 

— ANI (@ANI) February 11, 2020

- બમ્પર જીત બાદ અરવિંદ કેજરીવાલે પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે વંદે માતરમના નારા પણ લગાવડાવ્યાં. 
- સૌથી પહેલા રાજેન્દ્રનગર બેઠકનું પરિણામ જાહેર થયું જ્યાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સરદાર આર પી સિંહને 20059 મતોથી હરાવ્યાં. 
- આમ આદમી પાર્ટી હાલ 62 બેઠકો પર લીડ કરી રહી છે જ્યારે ભાજપ 8 બેઠકો પર આગળ છે. 
- આજે અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલનો બર્થડે છે. તેમણે પાર્ટી ઓફિસમાં કેક કાપીને જન્મદિવસ અને જીતનો જશ્ન મનાવ્યો. 

— ANI (@ANI) February 11, 2020

- ભાજપના નેતા પ્રવેશ વર્માએ કહ્યું કે અમે દિલ્હી સરકારની ખામીઓને દિલ્હીની જનતા સમક્ષ રજુ કરી શક્યા નહીં. અમે વધુ સંઘર્ષ કરીશું. જો આ ચૂંટણી શિક્ષણ અને સ્વાસ્થ્ય પર હોત તો શિક્ષણ મંત્રી કેવી રીતે હારત? દિલ્હીવાસીઓ ફ્રીની લાલસામાં વહી ગયાં. ત્રણ મહિનાથી વીજળીનું બિલ માફ હતું, મહિલાઓ માટે બસમાં મુસાફરી ફ્રી છે. પરંતુ ત્રણ મહિનાથી જ . અમે કેજરીવાલજીને શુભકામનાઓ આપીએ છીએ. અમે આવનારી ચૂંટણીમાં અમારી ખામીઓ દૂર કરીને સારું પ્રદર્શન કરીશું. 
- ઓખલા બેઠકથી આપના ઉમેદવાર અમાનતુલ્લાહ ખાને કહ્યું કે દિલ્હીમાં વિકાસની જીત થઈ અને નફરતની હાર થઈ. 
- કોંગ્રેસના નેતા અલકા લાંબાએ કહ્યું કે હું પરિણામ સ્વીકારું છું, હાર નહીં. હિન્દુ-મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થયું છે. કોંગ્રેસે હવે નવા ચહેરાઓ સાથે તૈયાર થવું પડશે. 
- આપ નેતા રાઘવ ચડ્ઢાએ કહ્યું કે બજરંગબલીએ ભાજપને મજા ચખાડી છે. 

No photo description available.
- ઓખલા બેઠક પર અચાનક બાજી પલટી, હવે આમ આદમી પાર્ટી નેતા અમાનતુલ્લાહ ખાન આગળ, તેમને 12893 મતો મળ્યાં છે જ્યારે ભાજપના નેતા બ્રહ્મ સિંહને 7190 મતો મળ્યાં છે. 
- કોંગ્રેસના નેતા અલકા લાંબાએ કહ્યું કે હું પરિણામ સ્વીકારું છું, હાર નહીં. હિન્દુ-મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થયું છે. કોંગ્રેસે હવે નવા ચહેરાઓ સાથે તૈયાર થવું પડશે. 
- આપ નેતા રાઘવ ચડ્ઢાએ કહ્યું કે બજરંગબલીએ ભાજપને મજા ચખાડી છે. 
- ઓખલા બેઠક પર અચાનક બાજી પલટી, હવે આમ આદમી પાર્ટી નેતા અમાનતુલ્લાહ ખાન આગળ, તેમને 12893 મતો મળ્યાં છે જ્યારે ભાજપના નેતા બ્રહ્મ સિંહને 7190 મતો મળ્યાં છે. 
- જેડીયુના પૂર્વ નેતા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને કહ્યું કે ભારતના આત્માને બચાવવા બદલ દિલ્હીનો આભાર. 
- દિલ્હી કોંગ્રેસના ચીફ સુભાષ ચોપડાએ કહ્યું કે પાર્ટીના પ્રદર્શન માટે હું જવાબદારી લઉ છું. અમે તેની પાછળના કારણોની સમીક્ષા કરીશું. ભાજપ અને આપના ધ્રુવીકરણ રાજકારણને લીધા અમારી મતોની ટકાવારી ઘટી છે. 
- મુસ્તફાબાદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ પ્રધાન 29000 મતોથી આગળ છે. સૌથી વધુ મતોની હાલ તેઓ લીડ ધરાવી રહ્યાં છે. 
- આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજની ટ્વીટ, કહ્યું 'હનુમાન કા બજ ગયા ડંકા, પાખંડિયો કી જલ ગઈ લંકા.. જય બજરંગબલી'

जय बजरंग बली !!! pic.twitter.com/gqJcDDBMki

— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) February 11, 2020

- દિલ્હી વિધાનસભાના સ્પીકર અને આપ ઉમેદવાર રામ નિવાસ ગોયલ શહાદરા સીટથી પાછળ 
- 5 રાઉન્ડના કાઉન્ટિંગ બાદ હરિનગર સીટથી ભાજપના તેજિન્દર પાલ સિંહ બગ્ગા ઉમેદવાર રાજકુમારી ઢિલ્લોનથી પાછળ. 
- આપના નેતા અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાની સીટ પટપડગંજ પર ભારે રસાકસી જોવા મળી રહી છે. ભાજપના નેતા અને તેઓ વચ્ચે આગળ પાછળનો દાવ થઈ રહ્યો છે. હાલ આ બેઠક પરથી ભાજપના નેતા રવિન્દર સિંહ નેગી આગળ છે. તેમને 15271 મત મળ્યાં છે. જ્યારે મનિષ સિસોદીયાના 13844 મત મળ્યાં છે. 
- કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે હતાશ થઈને ટ્વીટ  કરી કે ચિપવાલી કોઈ મશીન ટેન્પર પ્રુફ નથી. કૃપા કરીને એક મિનિટ માટે વિચારો કે વિક્સિત દેશો ઈવીએમનો ઉપયોગ કેમ નથી કરતા? તેમણે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચને પણ ઈવીએમનો મુદ્દો ઉઠાવવાનો આગ્રહ કર્યો. 
- કોંગ્રેસમાં ફરીથી હતાશા જોવા મળી રહી છે. બલ્લમીરાન સીટથી કોંગ્રેસના નેતા હારૂન યુસૂફ થોડીવાર માટે આગળ રહ્યાં પરંતુ પછી પાછળ થઈ ગયાં. આમ કોંગ્રેસ ખાતું ખોલાવવા માટે તરસી રહી છે. 
- શકુરબસ્તીથી આમ સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પાછળ, એસસી વત્સ આગળ, રાજેન્દ્ર નગરથી આપના રાઘવ ચઢ્ઢા આગળ.
- હવે પટપડગંજથી આમ આદમી પાર્ટીના મનિષ સિસોદીયા 112 મતથી આગળ.
- દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે દિલ્હીના જે પ્રકારના ટ્રેન્ડ આવી રહ્યાં છે હું હજુ પણ આશાવાદી છું. 

— ANI (@ANI) February 11, 2020

- પટપડગંજથી મનિષ સિસોદીયા 28 મતોથી પાછળ છે. કેજરીવાલ નવી દિલ્હી બેઠકથી 2000 મતથી આગળ છે. 
- ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ ગણતરી પ્રમાણે આમ આદમી પાર્ટીને 48 ટકા અને ભાજપને 46 ટકા મત મળ્યા છે. 
- ઓખલા બેઠકથી હવે ભાજપ આગળ, આપના અમાનતુલ્લા ખાન પાછળ
- ઈવીએમની મતગણતરી શરૂ, આમ આદમી પાર્ટી 50 અને ભાજપ 20 બેઠકો પર આગળ
- આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે છેલ્લા પરિણામ આવવા દો. દિલ્હીમાં આમ આદમી પાર્ટી ખુબ મોટા માર્જિનથી જીતવાની છે. 
- મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું કે દિલ્હી ચૂંટણી પરિણામોના પ્રાથમિક રૂઝાન દેખાડે છે કે ઘમંડની હાર થઈ છે. વિશ્વાસ અને વિકાસને જીત મળી છે. દિલ્હીના લોકોએ ભાજપને 'એન્ટી નેશનલ' જાહેર કર્યો છે. 
- તમામ 70 બેઠકોના રૂઝાન આવી ગયા છે. જેમાં આમ આદમી પાર્ટી 54 બેઠકો પર આગળ છે જ્યારે ભજાપ 15 અને કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. 

— ANI_HindiNews (@AHindinews) February 11, 2020

- બાદલીથી આપના અજય યાદવ આગળ 
- આદર્શનગરથી આપના પવન શર્મા આગળ
- સીલમપુરથી આમ આદમી પાર્ટીના અબ્દુલ રહેમાન આગળ છે. 
- 63 બેઠકોના રૂઝાન આવ્યાં છે. જેમાં આમ આદમી પાર્ટી 49 અને ભાજપ 13 બેઠકો પર જ્યારે કોંગ્રેસ એક પર આગળ છે. 
- આમ આદમી પાર્ટી 41 બેઠકો, ભાજપ 17 અને કોંગ્રેસ એક પર આગળ 

— ANI (@ANI) February 11, 2020

- નવી દિલ્હીથી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આગળ 
- કૃષ્ણા નગરથી ભાજપના અનિલ ગોયલ આગળ છે. પટપડગંજથી મનિષ સિસોદીયા આગળ 
- કોંગ્રેસનું હવે ખાતું ખુલ્યું છે. 3 બેઠકો પર આગળ છે. 
- વિશ્વાસનગરથી ભાજપના ઓપી શર્મા આગળ, 2015માં પણ તેઓ આ બેઠકથી જીત્યા હતાં.
- જનકપુરીથી ભાજપના આશીષ સૂદ આગળ, તિમારપુરથી દિલીપ પાંડે પાછળ
- ઓખલાથી આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાન આગળ

— ANI_HindiNews (@AHindinews) February 11, 2020

- આમ આદમી પાર્ટી 33 પર આગળ અને ભાજપ 10 બેઠકો પર આગળ
- બલ્લીમારાન સીટથી આપના ઈમરાન હુસૈન આગળ, હરિનગરથી ભાજપ ઉમેદવાર બગ્ગા પાછળ.
- ચાંદની ચોક બેઠકથી પ્રહ્લાદ સિંહ સાહની આગળ છે. અલકા લાંબા પાછળ
- મતગણતરી શરૂ થતા જ જે 20 બેઠકોના રૂઝાન આવ્યાં તેમાં 14માં આપ અને 6માં ભાજપ આગળ.
- પહેલું રૂઝાન ભાજપના પક્ષમાં આવ્યું છે. દિલ્હી કેન્ટથી ભાજપના ઉમેદવાર આગળ

— ANI (@ANI) February 11, 2020

- સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. 

દિલ્હીમાં છેલ્લી ઘડીએ થયું હતું જબરદસ્ત ઉત્સાહથી મતદાન
8 ફેબ્રુઆરીએ થયેલા મતદાનના આંકડાઓની વાત કરીએ તો દિલ્હીમાં 4 વાગ્યા સુીમાં 42.29 ટકા મતદાન થયું હતું. અને છેલ્લો મત 6 વાગ્યા પછી પણ પડ્યો હતો કારણ કે 6 વાગ્યા સુધી જે પણ લાઈનમાં ઊભા હતાં તેમને મત મળવાનો અધિકાર મળ્યો હોવાના કારણે મતદાન લાંબુ ચાલ્યું હતું. 

સરેરાશ 62.59 ટકા મતદાન
છેલ્લા આંકડા મુજબ દિલ્હીમાં કુલ મતદાન 62.59 ટકા થયું હતું. એટલે કે 4 વાગ્યા પછી છેલ્લો મત પડ્યો તે દરમિયાન મતદાનની ટકાવારી 20.3 ટકા રહી જે મોટી ટકાવારી  કહી શકાય. ધ્યાન આપવા જેવી વાત છે કે એક્ઝિટ પોલના આંકડા ચાર વાગ્યા સુધી જ કાઉન્ટ કરાય છે. જેનો સીધો અર્થ એ થયો કે દિલ્હીમાં એક્ઝિટ પોલના આંકડા બદલાઈ પણ શકે છે. 

હવે ચર્ચા એ છે કે આખરે છેલ્લી ઘડીએ થયેલું વોટિંગ કોને લાભ કરાવશે. શું ફરીથી એકવાર એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે? આ તો સમય જ સાબિત કરશે. જો એક્ઝિટ પોલ સાચા પડશે તો આમ આદમી પાર્ટી  દિલ્હીમાં ફરી સત્તામાં આવશે. પરંતુ સંભાવના એવી વ્યક્ત કરાઈ રહી છે કે છેલ્લી ઘડીનું મતદાન  ખેલ બદલી શકે છે. 

જુઓ LIVE TV

ભાજપને જીતનો વિશ્વાસ
રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા પહેલા ભારતીય જનતા પાર્ટીને હજુ પણ જીતની આશા છે. એક્ઝિટ પોલના દાવાને નકારતા ભાજનના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, અમને દિલ્હીમાં 48 સીટ મળશે. મનોજે દાવો કર્યો કે એક્ઝિટ પોલ ઘણીવાર ખોટા પડે છે, અમે પંજાબમાં આમ થતું જોયું છે. આ પહેલા મતદાન વાળા દિવસે મીડિયાને તેમણે કહ્યું હતું કે, 'મારી સાથે જ્યારે મારા માતાના આશીર્વાદ છે તો બધુ યોગ્ય હશે. મને લાગે છે કે અમે 50થી વધુ સીટ જીતીશું અને દિલ્હીમાં સરકાર બનાવીશું. અહીં કમળ ખિલશે.'

આપનો જીતનો દાવો
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ વિધાનસભા ચૂંટણીમાં મોટા અંતરથી જીતનો દાવો કર્યો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 70 સીટો પર શનિવારે મતદાન સંપન્ન થયા બાદ સિસોદિયાએ આ દાવો કર્યો હતો. આ પહેલા તેમણે કહ્યું હતું કે, આ વખતે શિક્ષાની જીત થશે અને આમ આદમી પાર્ટી બીજીવાર સત્તામાં વાપસી કરશે. મતદાન સંપન્ન થયા બાદ સિસોદિયાએ એક ટ્વીટ કરીને કહ્યું, 'મતદાન પૂર્ણ થયું! તમામ કાર્યકર્તા સાથીઓને દિલથી શુભેચ્છા. બધાએ વહેલી સવારથી મોડી રાત સુધી, અને કેટલાકે તો અંતિમ દિવસોમાં 24 કલાક કામ કર્યું. આપણા બધાનો સંબંધ કેટલો નિસ્વાર્થ અને મજબૂત છે આ ચૂંટણી તે વાતનું પ્રમાણ છે.' તેમણે કહ્યું કે, અમે મોટા અંતરથી જીતી રહ્યાં છીએ. બધા સાથીઓને મહેનત માટે દિલથી સલામ. 

2015માં આમ આદમી પાર્ટીએ રચ્યો હતો ઈતિહાસ
2015માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટો જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર 3 સીટ મળી હતી. તો કોંગ્રેસનું ખાતું ખાલી રહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news