ઝી મીડિયાના માનહાની કેસમાં ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાને દિલ્હી કોર્ટે પાઠવ્યું સમન્સ

મહુઆ મોઈત્રાએ ઝી ન્યૂઝને 'પેઈડ ન્યૂઝ' જણાવ્યું હતું. ભારતીય દંડ સંહિતાની ધારા 500 અંતર્ગત સમન્સ ફટકારવાની સાથે જ ચીફ મેટ્રોપોલિટન કોર્ટના અધિક ન્યાયાધિશ સમર વિશાલે આ કેસની હવે પછીની સુનાવણી 25 ઓક્ટોબર નક્કી કરી છે. 
 

ઝી મીડિયાના માનહાની કેસમાં ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાને દિલ્હી કોર્ટે પાઠવ્યું સમન્સ

નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાને ઝી મીડિયા કોર્પોરેશન લિમિટેડ(ZMCL) દ્વારા દાખલ કરવામાં આવેલા એક માનહાની કેસમાં દિલ્હી કોર્ટ દ્વારા સમન્સ ફટકારવામાં આવ્યું છે. મહુઆ મોઈત્રાએ ઝી ન્યૂઝને 'પેઈડ ન્યૂઝ' જણાવ્યું હતું. ભારતીય દંડ સંહિતાની ધારા 500 અંતર્ગત સમન્સ ફટકારવાની સાથે જ ચીફ મેટ્રોપોલિટન કોર્ટના અધિક ન્યાયાધિશ સમર વિશાલે આ કેસની હવે પછીની સુનાવણી 25 ઓક્ટોબર નક્કી કરી છે. 

કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું કે, "માનહાની આપતું નિવેદન એક એવી બાબત છે, જેમાં સામેની વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. ભારતીય દંડસંહિતાની ધારા 499 અંતર્ગત કોઈ પણ વ્યક્તિ સામેની વ્યક્તિ કે સંસ્થાની પ્રતિષ્ઠા ખરડાય, તેને નુકસાન પહોંચે તેવા શબ્દોનો પ્રયોગ કરે તો તે માનહાની ગણવામાં આવે છે. આ ધારા અંતર્ગત વ્યક્તિને સંરક્ષણ આપવાની જોગવાઈ છે."

ઝી મીડિયાએ કોર્ટમાં દલીલો રજુ કરતા જણાવ્યું કે, અમારી કંપની દેશની ટોચની સમાચાર પ્રસારણ કરતી કંપની છે અને તેની અસંખ્ય ન્યૂઝ ચેનલ ઉપરાંત એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ પણ છે. ઝી મીડિયા અને તેની પેટા કંપનીઓએ 15થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે અને એક જાણીતા મીડિયા હાઉસ તરીકે તેની દેશમાં મોટી પ્રતિષ્ઠા છે. 

ઝી મીડિયા અનુસાર, મહુઆએ આપેલા નીચે નિવેદનો માનહાની કરનારા છે. 
(એ) આપ કા જો પેઈડ ન્યૂઝ હૈ વો ક્યા કહ રહા હૈ, આઈ એમ નોટ બોધર્ડ અબાઉટ ધેટ. 

(બી) આપ લોકોં કા જો ચેનલ હૈ વો ચોર હૈ, ઉસકા ઓનર ચોર હે, નહીં નહીં આપ લોગ નહીં કર સક્તે, મૈંને પ્રેસ રિલીઝ દિયા હૈ, આપ લોક ઈતને અનએજ્યુકેટેડ ઓર બુડવક હૈ, હમ પ્રેસ રિલીઝ અભી દે રહે હૈં. 

ઉપરના બંને નિવેદન ઝી મીડિયાના કેમેરામેનની સામે બોલવામાં આવ્યા હતા અને તે આ કેસમાં સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહી ચૂક્યો છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news