દિલ્હી: JNUમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું ભયંકર અપમાન, ઉપદ્રવીઓએ અપશબ્દો પણ લખ્યા

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં(JNU)માં ઉપદ્રવીઓએ ઉદ્ધાટન પહેલા જ સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)ની મૂર્તિને ખંડિત કરી નાખી. એટલું જ નહીં ઉપદ્રવીઓએ મૂર્તિની નીચે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે અપશબ્દો પણ લખ્યાં. અત્રે જણાવવાનું કે જેએનયુમાં ફી સહિત અનેક અન્ય માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. મૂર્તિ તોડવા મુદ્દે ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હા (Rakesh Sinha) એ આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગણી કરી. 

Updated By: Nov 14, 2019, 05:11 PM IST
દિલ્હી: JNUમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું ભયંકર અપમાન, ઉપદ્રવીઓએ અપશબ્દો પણ લખ્યા
તસવીર-ANI

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU)માં ઉપદ્રવીઓએ ઉદ્ધાટન પહેલા જ સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)ની મૂર્તિને ખંડિત કરી નાખી. એટલું જ નહીં ઉપદ્રવીઓએ મૂર્તિની નીચે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે અપશબ્દો પણ લખ્યાં. અત્રે જણાવવાનું કે જેએનયુમાં ફી સહિત અનેક અન્ય માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. મૂર્તિ તોડવા મુદ્દે ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હા (Rakesh Sinha) એ આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગણી કરી. 

મહારાષ્ટ્ર: શિવસેના પાસેથી આ 'બલિદાન' ઈચ્છે છે કોંગ્રેસ, સરકાર બનાવવી એ નથી બચ્ચાના ખેલ

ભાજપના સાંસદ રાકેશ સિન્હાએ કહ્યું કે જેએનયુપમાં દેશવિરોધી વિચારધારાને પ્રોત્સાહન મળી રહ્યું છે. યુનિવર્સિટીમાં ભણતા રાષ્ટ્રવિરોધી તત્વોની ઓળખ કરીને તેમને તરત જેએનયુ પરિસરમાંથી બહાર કાઢવા જોઈએ. 

'Rafale Dealમાં ભ્રષ્ટાચાર એ ભારતના ઈતિહાસમાં સૌથી મોટા ફેક ન્યૂઝ છે' તથ્યો જાણવા જુઓ આજે રાતે DNA

આ અગાઉ જેએનયુમાં કથિત ફી વધારા અને હોસ્ટેલ ડ્રાફ્ટ મેન્યુઅલને લઈને વિદ્યાર્થીસંઘના સભ્યો અને વિદ્યાર્થીઓએ સોમવારે પરિસર બહાર મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યાં. આ દરમિયાન પોલીસે કથિત રીતે કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ધક્કા પણ માર્યાં. જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ દિલ્હી પોલીસ માટે તીસ હજારી, તીસ હજારીના નારા પણ લગાવ્યાં હતાં. પોલીસે ભીડ પર કાબુ મેળવવા માટે તેના પર પાણીનો મારો કર્યો હતો. આ પ્રદર્શનના કારણે એક સમારોહ માટે જેએનયુ ગયેલા માનવ સંસાધન વિકાસ (HRD) મંત્રી પણ લાંબા સમય સુધી ત્યાં ફસાયેલા રહ્યાં હતાં અને તેઓ યુનિવર્સિટીમાંથી બહાર નીકળી શક્યા નહતાં. 

સોમવારે જ જેએનયુમાં દિક્ષાંત સમારોહ પણ હતો અને તે સમયે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં. આ સમારોહને સંબોધિત કરવા માટે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. 

જુઓ LIVE TV

જો કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ અંગે નિર્ણય લેતા હોસ્ટેલના ફી વધારાવાળા નિર્ણયમાં સુધારો કર્યો. મંત્રાલયના અધિકારીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. આર સુબ્રમણ્યમ કે જેઓ મંત્રાલયમાં અધિકારી છે તેમણે પોતાના ટ્વીટર હેન્ડલથી તેની જાણકારી આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube