દિલ્હી-એનસીઆરમાં આંધી સાથે વરસાદ, સર્જાયા ટ્રાફિકજામના દ્વશ્યો
દિલ્હી-એનસીઆરમાં સોમવારે (9 એપ્રિલ)ના રોજ સવારે વરસાદે મોસમનો મિજાજ બદલ્યો, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આંધી સાથે ધમાધમ વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી. જોકે અચાનક હવામાન બદલાતાં લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો. .
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં સોમવારે (9 એપ્રિલ)ના રોજ સવારે વરસાદે મોસમનો મિજાજ બદલ્યો, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આંધી સાથે ધમાધમ વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી. જોકે અચાનક હવામાન બદલાતાં લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો. વરસાદના લીધે દિલ્હીથી ગુડગાંવ જતાં માર્ગ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ સાથે જ મુનિરકામાં પણ લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના લીધે ગરમીએ ભારે રાહત અપાવી અને તાપમાન પણ ખૂબ નીચું આવી ગયું. આંધીના લીધે વિઝિબિલીટી ઓછી થઇ ગઇ હતી અને જેથી અવર-જવર થંભી ગઇ હતી.
#WATCH: Rain lashes parts of the national capital, bringing respite from the heat. Visuals from Moti Bagh. #Delhi pic.twitter.com/kGmzKlmgyN
— ANI (@ANI) April 9, 2018
આ પહેલાં દિલ્હીના લોકોને 6 એપ્રિલની સાંજે ભારે ધૂળની ડમરીઓનો સામનો કરવો પડ્યો હતો, જેથી શહેરમાં અંધારું છવાઇ ગયું અને અહીં વિભિન્ન ભાગોમાં ટ્રાફિકમાં વિધ્ન સર્જાયો હતો. દિલ્હીના લુટિયન જોન સ્થિત રાયસીના હિલ પરિસરથી માંડીને સરકારી બંગલા સુધી ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ સામાન્ય વરસાદ શરૂ થઇ ગયો હતો.
Rain lashed parts of the national capital, bringing respite from heat. Visuals from Moti Bagh. #Delhi pic.twitter.com/2oC2plRhWX
— ANI (@ANI) April 9, 2018
રાષ્ટ્રીય રાજધાનીમાં 8 એપ્રિલના રોજ ન્યૂનતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી વધુ 23 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું, જ્યારે સાડા આઠ વાગે હવામાં 62 ટકા ભેજ નોંધવામાં આવ્યો હતો. રવિવારે અધિકત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું. 7 એપ્રિલના રોજ ન્યૂનતમ અને અધિકત્તમ તાપમાન ક્રમશ: 19 અને 36.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે