જામિયા હિંસા મામલે પૂર્વ કોંગ્રેસી MLAના 'કનેક્શન'ની તપાસ, આજે પૂછપરછ માટે બોલાવ્યાં

દિલ્હી પોલીસ (Delhi Police) ની ક્રાઈમ બ્રાન્ચે જામિયા હિંસા (jamia violence case) મામલે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય આસિફ મોહમ્મદ ખાનને નોટિસ મોકલી છે. ખાનને સીઆરપીસીની કલમ 160 હેઠળ નોટિસ મોકલવામાં આવી છે. 

Updated By: Jan 24, 2020, 10:15 AM IST
જામિયા હિંસા મામલે પૂર્વ કોંગ્રેસી MLAના 'કનેક્શન'ની તપાસ, આજે પૂછપરછ માટે બોલાવ્યાં
ફાઈલ ફોટો ANI

નવી દિલ્હી: દિલ્હી પોલીસ (Delhi Police) ની ક્રાઈમ બ્રાન્ચે જામિયા હિંસા (jamia violence case) મામલે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય આસિફ મોહમ્મદ ખાનને નોટિસ મોકલી છે. ખાનને સીઆરપીસીની કલમ 160 હેઠળ નોટિસ મોકલવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આસિફ ખાનને 24 જાન્યુઆરી સુધીમાં હાજર થવા જણાવ્યું છે. આસિફ ખાનની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં થયેલી હિંસા મામલે પૂછપરછ કરાશે. ક્રાઈમ બ્રાન્ચે આસિફ ખાન ઉપરાંત અન્ય એક સ્થાનિક નેતા આશુ ખાનને નોટિસ મોકલાવી છે. 

આ VIDEO પણ ખાસ જુઓ

દક્ષિણ પૂર્વ દિલ્હીના જામિયા, ઝાકિર નગર અને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારોમાં 15 ડિસેમ્બરના રોજ સીએએ વિરોધી પ્રદર્શન દરમિયાન આગચંપી થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...