સબ ઈન્સ્પેક્ટર નંબર વગરની કારમાં બેસીને કરતો હતો મહિલાઓની છેડતી, કરતૂતો જાણીને સ્તબ્ધ થશો

મહિલાઓની લાજ બચાવવાની જગ્યાએ આ પોલીસ સબ ઈન્સ્પેક્ટર મહિલાઓની છેડતી કરતો, અશ્લિલ કોમેન્ટ પાસ કરતો. તેની કરતૂતો જાણીને લોહી ઉકળી જશે. 

સબ ઈન્સ્પેક્ટર નંબર વગરની કારમાં બેસીને કરતો હતો મહિલાઓની છેડતી, કરતૂતો જાણીને સ્તબ્ધ થશો

નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi Police)  રસ્તાઓ પર પસાર થતી મહિલાઓની છેડતી(molesting women) ના મામલે પોતાના જ સબ ઈન્સ્પેક્ટર (Sub Inspector)ની ધરપકડ કરી લીધી છે. આરોપી નંબર વગરની કારમાં બેસીને રસ્તે જતી મહિલાઓ પર અશ્લીલ કમેન્ટ પસાર કરતો હતો અને વિરોધ કરે તો ત્યાંથી ભાગી જતો હતો. 

નંબર વગરની કારમાં બેસીને કરતો હતો હરકત
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં મહિલાઓની છેડતીની ફરિયાદો મળતી હતી. આરોપ મુજબ નંબર વગરની કારમાં બેઠેલો એક યુવક મહિલાઓ સાથે અશ્લીલ હરકત કરીને ત્યાંથી ભાગી જતો હતો. આ ફરિયાદો બાદ દ્વારકા વિસ્તારમાં પોલીસ સ્ટાફને સતર્ક કરવામાં આવ્યો. 

દિલ્હી ટ્રાફિક પોલીસના ડીસીપીનો પીએ છે આરોપી પોલીસકર્મી
ત્યારબાદ બાતમીદારની સૂચના પર મહિલાઓ સાથે છેડતી કરતા આરોપીને પકડી લેવાયો. તેની નંબર વગરની કાર પણ જપ્ત કરવામાં આવી. આરોપીનું નામ પુનીત ગ્રેવાલ છે અને તે દિલ્હી પોલીસનો જ સબ ઈન્સ્પેક્ટર છે. તે હાલના દિવસોમાં દિલ્હી ટ્રાફિક પોલીસના ડિસીપીના PA તરીકે કાર્યરત હતો. 

સ્પેશિયલ સેલમાં પણ રહી ચૂક્યો છે આરોપી
આરોપી સ્પેશિયલ સેલમાં પણ રહી ચૂક્યો છે. આ સાથે જ ચોકીના ઈન્ચાર્જનો કાર્યભાર પણ સંભાળી ચૂક્યો છે. પ્રાથમિક તપાસમાં તે આદતથી જ રંગીન મિજાજનો લાગે છે. પોલીસે તેની વિરુદ્ધ  IPC ની કલમ 354 ડી, 354 હેઠળ કેસ દાખલ કરીને જેલમાં મોકલી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news