Corona: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, શાળાઓ બંધ કરવાનો આદેશ, કેજરીવાલે બોલાવી બેઠક

દેશની રાજધાનીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2700થી વધુ લોકો સંક્રમિત થયા છે. 
 

Corona: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, શાળાઓ બંધ કરવાનો આદેશ, કેજરીવાલે બોલાવી બેઠક

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એકવાર ફરીથી કોરોના સંક્રમિતો (Corona virus cases) ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યોમાં 2790 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 9 લોકોના મૃત્યુ થયા છે. 

આ પહેલા બુધવારે 1819 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને 11 લોકોના મૃત્યુ થયા હતા. મહત્વનું છે કે દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 66,5220 લોકો સંક્રમિત થયા છે અને તેમાંથી 6,43,686 દર્દીઓ રિકવર થઈ ગયા છે. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 11,036 લોકોના મૃત્યુ થયા છે. 

શાળાઓ બંધ કરવાનો નિર્ણય
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કોરોનાના કેસને જોતા દિલ્હી સરકારે શાળા બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ધોરણ 8 સુધીના તમામ શાળાઓ બંધ રહેશે. 

કેજરીવાલે બોલાવી બેઠક
કોરોનાને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે બેઠક બોલાવી છે. બેઠકમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ સહિત અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહેશે. 

બેઠકમાં દિલ્હીમાં વધતા કોરોનાના કેસને રોકવા એક્શન પ્લાન, વેક્સિનેશનની હાલની સ્થિતિ, કન્ટેઇન્મેન્ટ ઝોન, હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા અને સીરોલોજિકલ સર્વેની સાથે હાલના સમયમાં કોરોના કેસના મેપિંગની સમીક્ષા કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news