Delhi Violence: ગોકુલપુરીમાંથી એક અને ભગીરથી વિહારમાં બે મૃતદેહ મળ્યા, અત્યાર સુધી 45 લોકોના મોત
હાલ મૃતકોના મૃતદેહની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ અને તંત્ર આ કાર્યમાં લાગેલું છે. આ પહેલા નાલામાંથી ત્રણ મૃતદેહ કબજે કરવામાં આવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસા બાદ મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. રવિવારે ગોકુલપુરી વિસ્તારમાં સ્થિત નાલામાં વધુ એક અને ભાગીરથી વિહારમાં બે મૃતદેહો મળ્યા છે. દુર્ગંધ આવ્યા બાદ લોકોએ પોલીસને માહિતી આપી, ત્યારબાદ સર્ચ અભિયાનમાં મૃતદેહ કબજે થયા હતા. હિંસામાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને 45 પર પહોંચી ગઈ છે. પોલીસે તેની ખાતરી કરી છે.
હાલ મૃતકોના મૃતદેહની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ અને તંત્ર આ કાર્યમાં લાગેલું છે. આ પહેલા નાલામાંથી ત્રણ મૃતદેહ કબજે કરવામાં આવ્યા હતા. આઇબી કોન્સ્ટેબલ અંકિતનો મૃતદેહ પણ આ નાલામાંથી ચાંદબાગ વિસ્તારમાંથી મળ્યો હતો.
હિંસામાં ઉપયોગ કરવામાં આવી કેમિકલ ફેક્ટરી
કરાવલ નગરના ગોવિંદ વિહાર વિસ્તારમાં એક કેમિકલની ફેક્ટરી આશરે 20 વર્ષથી ચાલી રહી છે. ફેક્ટરીની પાસે એક ખાનગી સ્કૂલ પણ છે. સ્કૂલ તરફથી ફેક્ટરી બંધ કરાવવા માટે ફરિયાદ કરવામાં આવી પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
જાણકારી પ્રમાણે હિંસા દરમિયાન અહીંથી કેમિકલની સપ્લાઈ થઈ હતી. આસપાસના દુકાનદારોનું કહેવું છે કે હિંસા પહેલા અહીં કેટલાક લોકો સતત આવતા જતા રહેતા હતા. આ સિવાય વિસ્તારમાં અન્ય કોઈ કેમિકલ ફેક્ટરી નથી.
મમતાના ગઢ કોલકત્તામાં અમિત શાહની રેલી, વાંચો ગૃહપ્રધાનના ભાષણની 10 મોટી વાતો
હિંસાની આગમાં તબાહ થઈ ગયું છે શિવ વિહાર
હિંસાની આગમાં શિવ વિહાર સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયું છે. વિસ્તારમાં મકાનોથી લઈને દુકાનોની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે. વિહાર માર્કેટની આસપાસ ઘણા ઘરો પર તાળા લાગેલા છે.
બીએસઈએસ કર્મચારી બદલી રહ્યાં છે સળગેલા તાર
આ વિસ્તારમાં આગ લાગ્યા બાદ વિજળીના મોટાભાગના તાર બળી ગયા છે. ઘણી કોલોનિઓમાં બે દિવસથી લાઇટ નથી, અંધારાનો ફાયદો ઉઠાવીને અસામાજિક તત્વોએ ચોરી પણ કરી છે. હવે બીએસઈએસના કર્મચારીઓ થાંભલાના તારોને બદલી રહ્યાં છે. ટૂંક સમયમાં ફરી તે વિસ્તારમાં વિજળી શરૂ કરી દેવામાં આવશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે