પિતાની સામે જ પુત્રીની છેડતી, વિરોધ કરી રહેલા પિતાની ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી 

દિલ્હીના મોતીનગર વિસ્તરાના બસઈ દારાપુર વિસ્તારમાં છેડછાડનો વિરોધ કરનારી યુવતીના પિતાની નિર્દયતાથી હત્યા કરી દેવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

પિતાની સામે જ પુત્રીની છેડતી, વિરોધ કરી રહેલા પિતાની ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી 

બસઈ દારાપુર: દિલ્હીના મોતીનગર વિસ્તરાના બસઈ દારાપુર વિસ્તારમાં છેડછાડનો વિરોધ કરનારી યુવતીના પિતાની નિર્દયતાથી હત્યા કરી દેવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવતીના ભાઈ ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ભાઈ હાલ મોત સામે ઝઝૂમી રહ્યો છે. આ ઘટના શનિવારની મોડી રાતની છે. હાલ આ મામલે પાડોશમાં રહેતા ચાર છોકરાઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી બે સગીર છે. વાત જાણે એમ છે કે શનિવારે રાતે રાજુ ત્યાગી પોતાની પુત્રીની તબિયત ખરાબ હોવાના કારણે હોસ્પિટલમાં બતાવીને પોતાના ઘરે પહોંચ્યા ત્યારે પાડોશમાં રહેતા કેટલાક છોકરાઓએ રાજુ ત્યાગીની પુત્રી સાથે છેડછાડ કરી.

રાજુ ત્યાગી પુત્રીને પહેલા તો ઘરે મૂકી ગયા અને ત્યારબાદ છોકરાઓને સમજાવવા માટે ફરીથી ત્યાં ગયાં તો તે છોકરાઓએ તેમના પર પથ્થર અને ચાકૂથી હુમલો કરી દીધો. છોકરીનો ભાઈ અનમોલ અને તેની બહેન પણ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યાં અને પિતાને બચાવવાની કોશિશ કરી તો છોકરાઓએ અનમોલ ઉપર પણ હુમલો કર્યો અને ચાકૂ મારી દીધુ ત્યારબાદ ઘાયલ રાજુ ત્યાગી ઉર્ફે ધ્રુવ ત્યાગીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં જ્યાં તેમનું મોત નિપજ્યું. ઘટના બાદ પરિજનોની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. તેમને વિશ્વાસ જ નથી આવતો કે મામૂલી વાતે લોહીયાળ સ્વરૂપ ધારણ કરી લીધુ. ઘટના સમયે ત્યાં અનેક લોકો હાજર હતાં પરંતુ કોઈ તેમને બચાવવા આવ્યું નહીં. બધા તમાશો જોતા રહ્યાં. 

જુઓ LIVE TV

ઘટના બાદ આસપાસના લોકોમાં ખુબ ગુસ્સો છે. પીડિત પરિવાર ઘણા સમયથી ત્યાં રહેતો હતો. પોલીસે હત્યા મામલે મોહમ્મદ આલમ (20), જહાંગીર ખાન (45)ની ધરપકડ કરી છે. પોલીસે આ ઉપરાંત બે સગીરોને પણ દબોચ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news