હાથરસની ગેંગરેપ પીડિતા જિંદગીનો જંગ હારી, દિલ્હીની હોસ્પિટલમાં થયું મૃત્યુ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras Gang Rape)  માં હેવાનિયતનો ભોગ બનેલી પીડિતા જિંદગી સામેનો જંગ હારી ગઈ. હેવાનોએ ગેંગરેપ કર્યા બાદ તેની જીભ કાપી નાખી હતી. તેની કરોડ સુદ્ધા તોડી નાખી હતી. વારદાત બાદ છેલ્લા એક અઠવાડિયાથી પીડિતા મોટાભાગે બેહોશ જ રહી હતી. પીડિતા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ હતી. મંગળવારે સવારે લગભગ ચાર વાગ્યે તેણે દમ તોડ્યો. 
હાથરસની ગેંગરેપ પીડિતા જિંદગીનો જંગ હારી, દિલ્હીની હોસ્પિટલમાં થયું મૃત્યુ

હાથરસ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras Gang Rape)  માં હેવાનિયતનો ભોગ બનેલી પીડિતા જિંદગી સામેનો જંગ હારી ગઈ. હેવાનોએ ગેંગરેપ કર્યા બાદ તેની જીભ કાપી નાખી હતી. તેની કરોડ સુદ્ધા તોડી નાખી હતી. વારદાત બાદ છેલ્લા એક અઠવાડિયાથી પીડિતા મોટાભાગે બેહોશ જ રહી હતી. પીડિતા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ હતી. મંગળવારે સવારે લગભગ ચાર વાગ્યે તેણે દમ તોડ્યો. 

મેડિકલ પરિક્ષણમાં જાણવા મળ્યું હતું કે હેવાનોએ ગેંગરેપ બાદ પીડિતાની કરોડ તોડી નાખી હતી. પોલીસે છેડતીના આરોપમાં આ મામલે એફઆઈઆર દાખલ કરી હતી. 21 સપ્ટેમ્બરે પીડિતા હોશમાં આવ્યા બાદ તબીબી તપાસમાં ગેંગરેપની પુષ્ટિ થઈ. આ મામલાએ ત્યારબાદ તૂલ પકડ્યું. પીડિતાએ હોશમાં આવી  ત્યારે એ પણ જણાવ્યું કે પોતે આરોપીઓ અને ઘટના અંગે ન જણાવી એટલે આરોપીઓએ તેની જીભ કાપી નાખી હતી. 

— ANI (@ANI) September 29, 2020

14 સપ્ટેમ્બરે રેપનો આરોપ
હાથરસના પોલીસ સ્ટેશન ચંદપા વિસ્તારના ગામમાં 14 સપ્ટેમ્બરે ચાર દબંગ યુવકોએ 19 વર્ષની યુવતી સાથે બાજરાના ખેતરમાં ગેંગરેપ કર્યો હતો. આ મામલે પોલીસે ઢીલ બતાવી. રેપની કલમોમાં કેસ દાખલ ન કરતા છેડતીના આરોપસર એક યુવતની અટકાયત કરી હતી. ત્યારબાદ તેના વિરુદ્ધ કલમ 307 (હત્યાની કોશિશ) હેઠળ કેસ દાખલ કરાયો. 

ઘટનાના 9 દિવસ વીતી ગયા બાદ પીડિતા હોશમાં આવી અને પોતાની સાથે થયેલી વારદાત અંગે પરિજનોને જાણ કરી. જ્યારે પીડિતાની તબીબી તપાસ થઈ તો ગેંગરેપની પુષ્ટિ થઈ અને ત્યારબાદ હાથરસ પોલીસે 3 યુવકોની ધરપકડ કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news