કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર બંધારણીય બેન્ચ ઓક્ટોબરમાં કરશે સુનાવણી
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ હટાવાયાના નિર્ણયને સુપ્રીમમાં પડકારતી અરજીઓ પર આજે સુનાવણી શરૂ થઈ ગઈ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પેનલ આ મામલે સુનાવણી કરી રહી છે. આ મામલે લગભગ 14 અરજીઓ દાખલ થઈ છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે નોટિસ ફટકારી છે. સર્વોચ્ચ અદાલતે આ મામલાને 5 જજોની બંધારણીય બેન્ચ પાસે મોકલી દીધો છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં સુનાવણી હાથ ધરાશે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ હટાવાયાના નિર્ણયને સુપ્રીમમાં પડકારતી અરજીઓ પર આજે સુનાવણી શરૂ થઈ ગઈ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પેનલ આ મામલે સુનાવણી કરી રહી છે. આ મામલે લગભગ 14 અરજીઓ દાખલ થઈ છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે નોટિસ ફટકારી છે. સર્વોચ્ચ અદાલતે આ મામલાને 5 જજોની બંધારણીય બેન્ચ પાસે મોકલી દીધો છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં સુનાવણી હાથ ધરાશે.
બુધવારે આ મામલે સુનાવણી દરમિયાન સૌથી પહેલા સુપ્રીમ કોર્ટમાં કાયદાના વિદ્યાર્થી મોહમ્મદ અલીમ સૈયદને તેના માતા પિતાને મળવાની મંજૂરી આપવામાં આવી. કોર્ટે અલીમને તેના પિતાને અનંતનાગમાં મળવાની મંજૂરી આપી. કોર્ટે સરકારને અલીમ સૈયદની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું.
સીતારામ યેચુરીને મળી મંજૂરી
આર્ટિકલ 370 પર સુવાવણી દરમિયાન સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીના વકીલે કહ્યું કે તેઓ તેમની પાર્ટીના બીમાર પૂર્વ વિધાયકને મળી શકતા નથી. એરપોર્ટથી પાછા મોકલી દેવાયા. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે આદેશ આપીએ છીએ કે તમે જાઓ. ફક્ત તમારા મિત્રને મળવા માટે, તેમના હાલચાલ જાણવા માટે. પાછા આવો અને કોઈ પણ રાજકીય ગતિવિધિ ન કરો.
વાત જાણે એમ છે કે એક વકીલ તરફથી દાખલ કરાયેલી અરજીઓમાં કલમ 370 અને કલમ 35એને લઈને બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે સરકાર આ પ્રકારે કામ કરીને દેશમાં પોતાનું ધાર્યું કરી રહી છે. રાષ્ટ્રપતિનો આદેશ ગેરબંધારણીય છે અને કેન્દ્રએ સંસદીય માર્ગ અપનાવવો જોઈએ. આ બાજુ કાશ્મીર ટાઈમ્સના એક્ઝીક્યુટીવ એડિટર અનુરાધા ભસીને પણ અરજી કરી છે. કલમ 370 સમાપ્ત થયા બાદ પત્રકારો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને ઉઠાવવાની માગણી કરાઈ છે.
જુઓ LIVE TV
ગત 16 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને છ અરજીઓ દાખલ થઈ છે. પરંતુ તેમાંથી ચાર હજુ પણ દોષપૂર્ણ છે અને આ મુદ્દે તે અરજીકર્તાની ગંભીરતાને દર્શાવે છે. કોર્ટે કહ્યું કે તમામ અરજીઓ એકસાથે સુનાવણી કરાશે. તમામ અરજીઓમાં ડિફેક્ટ દૂર થયા બાદ સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવશે.
અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિએ આદેશ બહાર પાડીને જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને સમાપ્ત કરી હતી. એટલું જ નહીં જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દેવાયા. કલમ 370 ખતમ કરવાનો પ્રસ્તાવ સંસદના બંને સદનોમાં ભારે બહુમતથી પસાર થયા બાદ સુરક્ષા કારણોસર કેટલાક આગોતરા પગલાં પણ લેવાયા હતાં.
આ અગાઉ કલમ 370 હટાવાયા બાદ સતત કાશ્મીરમાં કરફ્યુ, ફોન લાઈન, મોબાઈલ ઈન્ટરનેટ, ન્યૂઝ ચેનલ બંધ હોવા જેવી વાતોને લઈને દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે તત્કાળ કોઈ આદેશ આપવાની ના પાડી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે સરકારને હાલાત સામાન્ય કરવા માટે સમય આપવો જોઈએ. આ ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી 2 અઠવાડિયા માટે ટાળી હતી. આ અરજીમાં માગણી કરાઈ હતી કે 370 હટ્યા બાદ જે વિપક્ષા દળોના નેતાઓની ધરપકડ કરાઈ છે તેમને છોડી મૂકવામાં આવે. આ સાથે જ કાશ્મીરમાં વર્તમાન હાલાત માટે એક જ્યૂડિશિયલ કમીશન બનાવવાની પણ માગણી કરાઈ હતી. અરજીમાં કહેવાયું હતું કે હવે જ્યારે કલમ 370 હટી ગઈ છે અને ભારતનું બંધારણ લાગુ થઈ ગયું છે તો સતત કરફ્યુ અને સેવાઓ બંધ થવી એ બંધારણની કલમ 19 અને 21નો ભંગ છે. જો કે અરજીકર્તા તહસીન પૂનાવાલાએ કલમ 370 હટાવવાનો વિરોધ નહતો કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે