વાયુ સેના પ્રમુખની ચીનને ચેતવણી, કહ્યું- ભારત સામે ટકરાવ સારો નથી, અમે જવાબ આપવા તૈયાર

વાયુ સેના પ્રમુખે કહ્યું કે, લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર મોટી સંખ્યામાં ચીનના સૈનિક તૈનાત છે. તેની પાસે રડાર, જમીનથી હવામાં માર કરનાર અને સપાટીથી સપાટી પર માર કરનારી મિસાઇલની મોટી હાજરી છે. તેની તૈનાતી મજબૂત રહી છે, પરંતુ આપણે પણ જરૂરી કાર્યવાહી કરી છે. 

 વાયુ સેના પ્રમુખની ચીનને ચેતવણી, કહ્યું- ભારત સામે ટકરાવ સારો નથી, અમે જવાબ આપવા તૈયાર

નવી દિલ્હીઃ વાયુ સેના પ્રમુક આરકેએસ ભદૌરિયાએ મંગળવારે ચીનને આકરી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારત સાથે ટકરાવ ચીન માટે વૈશ્વિક મોર્ચે સારો નથી. જો ચીનની આંકાક્ષાઓ વૈશ્વિક છે તો આ તેની ભવ્ય યોજનાઓને સૂટ નથી કરતું. એર ચીફ માર્શલે ચીનને આ સંદેશ મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન આપ્યો હતો. 

વાયુ સેના પ્રમુખે કહ્યું કે, લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર મોટી સંખ્યામાં ચીનના સૈનિક તૈનાત છે. તેની પાસે રડાર, જમીનથી હવામાં માર કરનાર અને સપાટીથી સપાટી પર માર કરનારી મિસાઇલની મોટી હાજરી છે. તેની તૈનાતી મજબૂત રહી છે, પરંતુ આપણે પણ જરૂરી કાર્યવાહી કરી છે. 

મહત્વનું છે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા આઠ મહિનાથી તણાવની સ્થિતિ બનેલી છે. લદ્દાખમાં એલએસીની પાસે બંન્ને દેશોની સેનાની હાજરી છે. મેના શરૂઆતી દિવસોથી ભારત અને ચીન વચ્ચે તણાવ બનેલો છે. જૂનના મહિનામાં ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ પણ થયું હતું. તણાવ ઓછો કરવા માટે સૈન્ય સ્તર પર ઘણા રાઉન્ડની વાતચીત પણ થઈ છે. એટલું જ નહીં બંન્ને દેશોના રક્ષામંત્રીઓ અને વિદેશ મંત્રીઓએ પણ મુલાકાત કરી હતી. 

— ANI (@ANI) December 29, 2020

વર્ચસ્વ વધારવા ઈચ્છે છે ચીન
આરકેએસ ભદૌરિયાએ કહ્યુ કે, ચીન પાકિસ્તાનને ચહેરો બનાવીને પોતાનું વર્ચસ્વ વધારવા ઈચ્છે છે. અમેરિકાના અફઘાનિસ્તાનમાંથી બહાર નિકળ્યા બાદ ચીન અને પાકિસ્તાન બંન્ને માટે રસ્તા ખુલી ગયા છે. 

વીડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે કહ્યું કે, વૈશ્વિક ભૂ-રાજનીતિક મોર્ચા પર વિકસિત અનિશ્ચિતતાઓ અને અસ્થિરતાએ ચીનને પોતાની વધતી શક્તિનું પ્રદર્શન કરવાની તક આપી છે અને અપ્રત્યક્ષ રૂપથી તે વૈશ્વિક સુરક્ષા માટે પ્રમુખ શક્તિઓના અપૂરતા યોગદાનને પણ સામે લાવ્યું છે. 

વાયુ સેના પ્રમુખે આગળ કહ્યું કે, નાના દેશ અને અલગાવવાદીઓની મદદથી ચીનને ડ્રોન જેવી ઓછા ખર્ચ વાળી તકનીક સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે, જેથી તે પ્રતિકૂળ પ્રભાવ પેદા કરવામાં સફળ થઈ રહ્યું છે. IAF પ્રમુખે કહ્યું કે, જો કોઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે તો ભારત કોઈપણ દુસ્સાહસનો મુકાબલો કરવા માટે પોતાની ક્ષમતાને બનાવી રાખવાની જરૂરીયાત છે. 

એર ચીફ માર્શલે કહ્યુ કે, અમારા વિરોધીએ ઓછા રોકાણની સાથે વધુ તકનીકી યુદ્ધ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. રિસર્ચ અને ડેવલોપમેન્ટના ક્ષેત્રમાં ચીને અસરકારક રોકાણ કર્યું છે. તેથી આપણે ભવિષ્યની અનિશ્ચિત ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રીત રાખવાની જરૂરીયાત છે. તેમણે કહ્યું કે, ન્યૂ ડ્રોન ટેક્નોલોજી અને માનવરહિત વિમાન નવા આધુનિક યુદ્ધનો ભાગ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news