Corona Updates: કોરોનાના નવા કેસમાં વળી પાછો તોતિંગ વધારો, કુલ આંકડો 39 લાખ પાર
સતત બીજા દિવસે એક જ દિવસમાં કોરોનાના 80 હજારથી વધુ કેસ નોંધાયા છે જે ચિંતાજનક બાબત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 83,341 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 39 લાખ પાર પહોંચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: સતત બીજા દિવસે એક જ દિવસમાં કોરોનાના 80 હજારથી વધુ કેસ નોંધાયા છે જે ચિંતાજનક બાબત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 83,341 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 39 લાખ પાર પહોંચી ગયો છે. કુલ 39,36,748 કેસમાંથી 8,31,124 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 30,37,152 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 1,096 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુનો આંકડો 68,472 થઈ ગયો છે.
India's #COVID19 tally crosses 39-lakh mark with single-day spike of 83,341 new cases & 1,096 deaths reported in the last 24 hours.
The total case tally stands at 39,36,748 including 8,31,124 active cases, 30,37,152 cured/discharged/migrated & 68,472 deaths: Ministry of Health pic.twitter.com/YjinTx57DJ
— ANI (@ANI) September 4, 2020
સૌથી વધુ કોરોના ટેસ્ટ કરનાર બીજો દેશ બન્યો ભારત
ઈન્ડિયાન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ ગઈ કાલ સુધીમાં દેશમાં કુલ 4,66,79,145 નમૂનાનું પરીક્ષણ થયું છે. જેમાંથી 11,69,765 સેમ્પલનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું જેમાંથી 83,341 કેસ પોઝિટિવ નીકળ્યાં. આ બાજુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) એ પણ કહ્યું હતુ કે દેશમાં કોવિડ 19ના કેસ શોધવા માટે બુધવારે રેકોર્ડ સંખ્યામાં નમૂનાની તપાસ કરવામાં આવી. આ સાથે જ વિશ્વમાં દરરોજ સૌથી તપાસ કરનાર દેશોમાં ભારત પણ સામેલ છે. ગુરુવારે પણ વધુ પ્રમાણમાં સેમ્પલ ટેસ્ટિંગ હાથ ધરાયા હતાં.
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગુરુવારે કહ્યું કે આ અઠવાડિયામાં અમે સાડા ચાર કરોડથી વધુ ટેસ્ટ કરી લીધા છે. દુનિયામાં એક જ દેશ છે જેને આપણા કરતાં વધુ ટેસ્ટ કર્યા છે. મંત્રાલયે કહ્યું કે વધુ સંખ્યામાં તપાસ કરવાના પરિણામ સ્વરૂપ સંક્રમણની પુષ્ટિ થ્વાનો દર ખૂબ ઓછો થયો છે.
તેમણે કહ્યું કે દેશમાં 3જી જાન્યુઆરીના રોજ ફક્ત 10 તપાસ કરવાથી માંડીને હવે રોજની તપાસ 11 લાખથી વધુ થઇ ગઈ છે. જે દેશમાં દરરોજ કોવિડ 19ની તપાસ વધારવાને પ્રદર્શિત કરે છે. મોટાપાયે તપાસ કરવાથી માંડીને સંક્રમણનો સમય રહેતા ખબર પડવી અને તેનાથી સંક્રમિત દર્દીઓને કોરોન્ટાઇન અક્રવા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં મદદ મળી.
A total of 4,66,79,145 samples tested up to 3rd September 2020. Of these, 11,69,765 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/lVt46NKENE
— ANI (@ANI) September 4, 2020
ભારતમાં કોવિડ 19થી થનાર મૃત્યુદર આજની તારીખમાં ઘટીની 1.75 ટકા થઇ ગયો છે, જ્યારે આ રોગથી ઉભરવાનું રાષ્ટ્રીય સરેરાશ 77.09 ટકા છે. આંકડા અનુસાર દેશમાં કોવિડ 19ના અત્યારે 8,15,538 એક્ટિવ દર્દી છે, કુલ કેસમાં લગભગ 21.16 ટકા છે.
મંત્રાલયે કહ્યું કે દેશભરમાં તપાસ લેબોરેટરીના તેજ વિસ્તારના લીધે તપાસ વધી છે. ભારતમાં આજની તારીખમાં 1,623 લેબ છે, જેમાં 1,022 સરકારી છે જ્યારે 601 ખાનગી ક્ષેત્રની છે.
સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે દેશના 5 રાજ્ય એવા છે જેમાં 62 ટકા એક્ટિવ કેસ છે. તેમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સામેલ છે. વધુ જનસંખ્યાના કારણે કેસ વધવાનું ચાલુ છે. તેમણે કહ્યું કે પાંચ રાજ્યોમાં 70 ટકા કોરોનાથી ડેથ થયા છે. તેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક સામેલ છે. દિલ્હીમાં અચાનક કેસ અને ડેથની સંખ્યા વધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે