કુલભૂષણ કેસ: ઈસ્લામાબાદ HCમાં સુનાવણી, કોર્ટે આપ્યો અત્યંત મહત્વનો નિર્દેશ
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાને કુલભૂષણ જાધવ કેસમાં પૈરવી માટે ભારતને વકીલ નિયુક્ત કરવા માટે કહ્યું છે. પાકિસ્તાની ન્યાયપાલિકાએ કહ્યું કે ટ્રાયલ સંબંધિત જરૂરિયાતોને જોતા ભારતને બીજી તક આપવાની જરૂર છે.
ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ચાલી રહી છે સુનાવણી
ઈસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અતહર મિનાલ્લાહ, ન્યાયમૂર્તિ આમેર ફારૂક અને ન્યાયમૂર્તિ મિયાંગુલ હસન ઔરંગજૈદની પેનલે કહ્યું કે કોઈ પણ શંકાને દૂર કરવા અને નિષ્પક્ષ ટ્રાયલ માટે ભારત સરકારને વધુ એક તક આપવાની જરૂર છે. જેથી કરીને આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાનું પ્રભાવીપણે પાલન સુનિશ્ચિત થઈ શકે.
ચુકાદાની કોપી ભારતને મોકલવાનો આદેશ
પેનલે કહ્યું કે કમાન્ડર જાધવને એ આશ્વાસન આપવું પણ મહત્વપૂર્ણ છે કે તેમના અધિકારોના સાર્થક અનુપાલન માટે કોર્ટ ભરપૂર કોશિશ કરી રહી છે. કોર્ટે પાકિસ્તાનના એટોર્ની જનરલને નિર્દેશ આપ્યો છે કે આ આદેશની એક કોપી ભારત સરકારને મોકલવામાં આવે.
રજૂઆત પર ભારત તરફથી નથી જવાબ-પાકિસ્તાની અટોર્ની જનરલ
પાકિસ્તાનના અટોર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને કહ્યું કે કુલભૂષણ જાધવ કેસ પર ભારતીય પક્ષની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. જ્યારે જાધવે દયા અરજી ન કરવાનો નિર્ણય કર્યો છે. જેની જાણકારી પાકિસ્તાનના સેના પ્રમુખને મોકલાઈ છે.
ભારતે વકીલ નિયુક્ત કરવા મામલે નથી આપ્યો જવાબ
તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન આઈસીજેના ચુકાદાને લાગુ કરવાની પ્રક્રિયા કરી રહ્યું છે. પરંતુ ભારત સમીક્ષાના અધિકારમાં વિધ્ન નાખે છે. ખાલિદ જાવેદ ખાને કહ્યું કે આઈસીજેના આદેશનું પાલન કરતા પાકિસ્તાને જાધવ કેસમાં ભારતને કોન્સ્યુલર એક્સેસ આપી પરંતુ ભારતે વકીલ નિયુક્ત કરવાની પાકિસ્તાનની રજૂઆતનો કોઈ જવાબ આપ્યો નથી.
હવે 6 ઓક્ટોબરે થશે સુનાવણી
કોર્ટે આ કેસમાં સુનાવણી એક મહિના માટે સ્થગિત કરી છે. કોર્ટમાં હવે સુનાવણી 6 ઓક્ટોબરે થશે. અત્રે જણાવવાનું કે નેવીના રિટાયર્ડ અધિકારી કુલભૂષણ જાધવ ઈરાનમાં પોતાનો બિઝનેસ કરી રહ્યાં હતાં. ત્યારે જ પાકિસ્તાની એજન્સી ISIએ તેમનું અપહરણ કરી લીધુ. હાલ તેઓ જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેમને પાકિસ્તાનની સૈન્ય કોર્ટે મોતની સજા સંભળાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે