ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરી આપી માહિતી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (Bharatiya Janata Party National President JP Nadda) કોરોના વાયરસ (Corona virus)થી સંક્રમિત થયા છે. જેપી નડ્ડાએ ટ્વીટ કરીને ખુદ આ માહિતી આપી છે. મહત્વનું છે કે જેપી નડ્ડા હાલમાં પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસે ગયા હતા.
ભાજપના અધ્યક્ષે ટ્વીટ કરીને કહ્યુ કે, કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાતા તેમણે ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કહ્યું કે, મારી તબીયત સારી છે, ડોક્ટરોની સલાહ પર હોમ આઇસોલેશનમાં તમામ દિશા-નિર્દેશોનું પાલન કરી રહ્યો છું. મારી વિનંતી છે કે પાછલા દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા તે સ્વયંને આઇસોલેટ કરી પોતાનો ટેસ્ટ કરાવે.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है, डॉक्टर्स की सलाह पर होम आइसोलेशन में सभी दिशा- निर्देशो का पालन कर रहा हूँ। मेरा अनुरोध है, जो भी लोग गत कुछ दिनों में संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
— Jagat Prakash Nadda (@JPNadda) December 13, 2020
હાલમાં જેપી નડ્ડા બંગાળના પ્રવાસે હતા. આ દરમિયાન તેમના કાફલા પર હુમલો પણ થયો હતો. જે સમયે ભાજપ અધ્યક્ષ ડાયમંડ હાર્બર તરફ જઈ રહ્યાં હતા, ત્યારે રસ્તામાં તેમના કાફલા પર પથ્થર ફેંકવામાં આવ્યા અને હુમલો થયો હતો. આ દરમિયાન નડ્ડા તો સુરક્ષિત રહ્યા, પરંતુ કૈલાશ વિજયવર્ગીયને ઈજા થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે