ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યો RISAT-2BR1 સેટેલાઈટ, બાલાકોટ જેવા મિશનમાં મળશે મદદ

ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ તેના મહત્વકાંક્ષી ઉપગ્રહ RISAT-2BR1નું પીએસએલવી-સી 48 દ્રારા સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી શક્તિશાળી રડાર ઈમેજિંગ સેટેલાઈટ RISAT-2BR1 ઉપગ્રહ બપોરે 3.25 કલાકે લોન્ચ કરાયો. લોન્ચિંગ બાદ હવે દેશની સરહદો પર નજર રાખવી ખુબ સરળ થઈ પડશે. આ સેટેલાઈટ રાતના અંધારા અને ખરાબ હવામાનમાં પણ કામ કરશે. એટલે કે ધરતી પર ગમે તેટલું ખરાબ હવામાન હોય તો પણ તે કામ કરી શકશે. ગમે તેટલા વાદળ છવાયા હોય, તેની નજર વાદળોને ચીરીને સરહદોની સ્પષ્ટ તસવીર લઈ શકશે. ઈસરોના જણાવ્યાં મુજબ આ સેટેલાઈટને અંતરિક્ષમાં 576 કિમીની ઊંચાઈએ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. 

Updated By: Dec 11, 2019, 04:21 PM IST
ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યો RISAT-2BR1 સેટેલાઈટ, બાલાકોટ જેવા મિશનમાં મળશે મદદ

નવી દિલ્હી: ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ તેના મહત્વકાંક્ષી ઉપગ્રહ RISAT-2BR1નું પીએસએલવી-સી 48 દ્રારા સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી શક્તિશાળી રડાર ઈમેજિંગ સેટેલાઈટ RISAT-2BR1 ઉપગ્રહ બપોરે 3.25 કલાકે લોન્ચ કરાયો. લોન્ચિંગ બાદ હવે દેશની સરહદો પર નજર રાખવી ખુબ સરળ થઈ પડશે. આ સેટેલાઈટ રાતના અંધારા અને ખરાબ હવામાનમાં પણ કામ કરશે. એટલે કે ધરતી પર ગમે તેટલું ખરાબ હવામાન હોય તો પણ તે કામ કરી શકશે. ગમે તેટલા વાદળ છવાયા હોય, તેની નજર વાદળોને ચીરીને સરહદોની સ્પષ્ટ તસવીર લઈ શકશે. ઈસરોના જણાવ્યાં મુજબ આ સેટેલાઈટને અંતરિક્ષમાં 576 કિમીની ઊંચાઈએ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. 

Citizenship Amendment Bill: લોકસભામાં પાસ પણ રાજ્યસભામાં શું થશે? અહીં પણ BJPનું પલડું છે ભારે, જુઓ સમીકરણ

RISAT-2BR1 સાથે 9 બીજા ઉપગ્રહ
આ લોન્ચિંગ ઈસરો માટે ખુબ મહત્વપૂર્ણ રહ્યું કારણ કે પીએસએલવીની આ 50મી ઉડાણ છે અને શ્રીગરિકોટાથી લોન્ચ થનારું આ 75મું રોકેટ હતું. કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાયતા હેતુ પણ આ ઉપગ્રહ તૈયાર કરાય છે. 628 કિગ્રા વજનવાળા આ ઉપગ્રહની સાથે બીજા 9 નાના ઉપગ્રહો છે. જેમાં ઈઝરાયેલ, ઈટાલી, જાપાનના એક-એક અને અમેરિકાના 6 ઉપગ્રહ સામેલ છે. 

આ લોન્ચિંગ સાથે જ ઈસરોના નામે એક વધુ રેકોર્ડ પણ બન્યો છે. આ રેકોર્ડ છે 20 વર્ષોમાં 33 દેશોના 319 ઉપગ્રહ છોડવાનો રેકોર્ડ. 1999થી લઈને અત્યાર સુધીમાં ઈસરોએ કુલ 310 વિદેશી સેટેલાઈટ્સ અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કર્યા છે. આજના 9 ઉપગ્રહોને સામેલ કરીએ તો આ સંખ્યા 319 થઈ ગઈ છે. આ 319 સેટેલાઈટ્સ 33 દેશોના છે. 

RISAT-2BR1 મિશનની ઉંમર 5 વર્ષ
ઈસરોએ જાણકારી આપી હતી કે આ ઉપગ્રહોનું લોન્ચિંગ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડની સાથે થયેલા વ્યવસાયિક કરાર હેઠળ થઈ રહ્યું છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે RISAT-2BR1 મિશનની ઉંમર 5 વર્ષ છે. RISAT-2BR1 અગાઉ 22 મેના રોજ રિસેટ-2બીનું સફળ લોન્ચિંગ કરાયું હતું. 

નાગરિકતા સંશોધન બિલ: જે તારીખથી શરણાર્થી ભારત આવ્યા છે તેમને તે દિવસથી નાગરિકતા મળશે: અમિત શાહ

ઈઝરાયેલ સાથે કનેક્શન
RISAT-2BR1 ઉપરાંત પીએસએલવી જે 9 નાના ઉપગ્રહોને લઈને ગયું છે તેમાંથી એક ઈઝરાયેલનો પણ છે. તેને ઈઝરાયેલના હર્જલિયા સાયન્સ સેન્ટર અને શાર હનેગવે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ મળીને બનાવ્યો છે. Duchifat-3 નામના આ સેટેલાઈટનું વજન માત્ર 2.3 કિગ્રા છે. આ એક એજ્યુકેશનલ સેટેલાઈટ છે જેના પર લાગેલા કેમેરા અર્થ ઈમેજિંગ માટે ઉપયોગમાં લેવાશે. 

જુઓ LIVE TV

3 વર્ષમાં વિદેશી ઉપગ્રહો દ્વારા ઈસરોએ કરી 6289 કરોડની કમાણી
ઈસરોએ છેલ્લા 3 વર્ષમાં (2016-19)માં કોમર્શિયલ લોન્ચિંગ (વિદેશી ઉપગ્રહો સહિત)થી લગભગ 6289 કરોડ રૂપિયાની  કમાણી કરી છે. આ જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં જુલાઈમાં આપી હતી. 

કેવી રીતે કામ કરશે RiSAT-2BR1?
RiSAT-2BR1 દિવસ અને રાત બંને સમયે કામ કરશે. તે માઈક્રોવેવ ફ્રિક્વન્સી પર કામ કરનારો સેટેલાઈટ છે. આથી તેને રડાર ઈમેજિંગ સેટેલાઈટ કહે છે. તે રિસેટ-2 સેટેલાઈટનું આધુનિક વર્ઝન છે. 

દેશના વધુ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube