કાશ્મીરમાં સતત બીજા દિવસે અથડામણ, અવંતીપોરામાં એક આતંકી ઠાર, બે સુરક્ષાકર્મી શહીદ

જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. આ અથડામણ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા છે. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક આતંકીની ઓળખ ત્રાલના રઈસદાર તરીકે થઈ છે.

કાશ્મીરમાં સતત બીજા દિવસે અથડામણ, અવંતીપોરામાં એક આતંકી ઠાર, બે સુરક્ષાકર્મી શહીદ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. આ અથડામણ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા છે. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક આતંકીની ઓળખ ત્રાલના રઈસદાર તરીકે થઈ છે. અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન અને એક જમ્મુ અને કાશ્મીર પોલીસના એસપીઓ શહીદ થયા છે. 

— ANI (@ANI) January 21, 2020

જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યાં મુજબ સુરક્ષાદળોને આતંકીઓ છૂપાયેલા હોવાના ઈનપુટ મળ્યા હતાં. ત્યારબાદ મંગળવાર સવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ.

જુઓ LIVE TV

સોમવારે 3 આતંકીઓ ઠાર થયા હતાં
કાશ્મીરના શોપિયા જિલ્લામાં સોમવારે પણ સુરક્ષાદળો અને આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. જેમાં પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના 3 આતંકીઓ માર્યા ગયા હતાં.તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યાં હતાં. માર્યા ગયેલા એક આતંકીની ઓળખ આદિલ શેખ તરીકે થઈ છે. જેના ઉપર શ્રીનગરના જવાહરનગરથી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વિધાયક એઝાઝ મીરના ઘરેથી 29 સપ્ટેમ્બર 2018ના રોજ આઠ હથિયાર લૂંટી જવાનો આરોપ  હતો. બીજો આતંકી વસીમ વાની હતો અને ત્રીજાની ઓળખ હજુ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news